‘બામ્બુ બિટ્સ’માં આજે ખેલૈયાઓ સાથે ગરબે ઘુમશે વિકાસ સેઠીOctober 13, 2018

રાજકોટ તા,13
પ્રથમ નોરતાથી જ ખેલૈયાઓની નંબર-1 પસંદ બની ગયેલા ‘બામ્બુ બિટસ ગરબા-2018’માં આજરોજ ટેલીવિઝન સ્ટાર વિકાસ સેઠી ખેલૈયાઓ સાથે ગરબે ઝુમશે. કયુકી સાંસભી કભી બહુ થી, કસૌટી ઝીંદગી..કી, સસુરાલ સિમરકા જેવી અઢળક સિરીયલોમાં અભિનય આપી ઘરે-ઘરે લોકપ્રિય બનેલ વિકાસ સેઠી આજે રાજકોટમાં મહેમાન બન્યા છે ગુજરાત મિરર તથા પાર્થ રાજ કલબ આયોજીત બામ્બુ બિટસ ગરબામાં ખાસ હાજરી આપશે.
ગુજરાત મિરર કાર્યાલયે પધારેલા વિકાસ શેઢીએ કહ્યુ કે, રાજકોટમાં પગ મુકતા જ લાગ્યુ કે, ખુબજ સુંદર શહેર છે. ખાસતો રાજકોટની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે. ઉપરાંત એકે એક રસ્તાઓ આટલા કલીન જોઈને હૈયે ટાઢક થાય. વિકાસ સેઠીએ વધુમાં કહ્યુ કે રાજકોટ આવવાનું સૌથી મોટુ કારણ કાઠિયાવાડી ફૂડ હોય છે. રીંગણાનો ઓળો, સેવ ટમેટાનું શાક, બાજરાનાં રોટલા સહિત કાઠિયાવાડી ફૂડનો આસ્વાદ માણવા મળે એટલે રાજકોટનો ધક્કો વસુલ થઈ જાય!
28થી વધારે ટીવી સીરિયલ અને કભી ખુશી કભી ગમ, દિવાનપરા જેવી ફિલ્મોમાં અલગ અલગ કિરદાર નીભાવી યુવા હૈયાઓમાં સ્થાન જમાવનાર વિકાસ સેઠી આજે ખાસ ગુજરાત મિરર-પાર્થરાજ કલબ આયોજીત ‘બામ્બુ બિટસ’ ગરબા માણશે. વિકાસ સેઠીએ કહ્યું કે, ગરબા ખેલવા ચેકસાઈટીંગ છું. રાજકોટનાં રંગીલા ખેલૈયાઓ સાથે પર તાલ મિલાવવા ઉત્સાહિત છું. ગુજરાત મિરર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે વિકાસ સેઠી તેમના ધર્મ પત્ની જહાન્વી સાથે પધાર્યા હતા. ગુજરાતી ફિલ્મોનો સૌથી શ્રેષ્ઠ દૌર શરૂ થયો: વિકાસ સેઠી
વિકાસ સેઠીએ કહ્યું કે, ગુજરાતી અને મરાઠી ડ્રામા વિશ્ર્વ વિખ્યાત છે. ઉત્કૃષ્ટ નાટકોએ ગુજરાત જ નહી દરેક ભાષા અને વર્ગનાં દર્શકોને અભીભૂત કર્યા છે. હવે ગુજરાતી ફિલ્મો પણ શ્રેષ્ઠ બની રહી છે. ગુજરાતી ફિલ્મોમાં આ શ્રેષ્ઠ દોરથી હર તરફ ચર્ચા છે. આશા રાખીએ કે વધુ સારી ગુજરાતી ફિલ્મો આવનારા સમયમાં માણવા મળે.
ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ બેસ્ટ
મૂળ મોરબીનાં મહેતા પરિવારનાં જમાઈ વિકાસ સેઠીએ કહ્યું કે આ નાતે રાજકોટ મારૂ સસુરાલ છે. રાજકોટમાં ક્રિકેટ સ્ટેડિયમને ટી.વી. પર અનેક વખત જોયુ છે. આ અદભુત સ્ટેડિયમને રૂબરૂ જોઈને જ મુંબઈ પરત ફરીશ. વિકાસ સેઠીએ કહ્યુ કે આ પૂર્વે રેસકોર્સ સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમાયો હતો ત્યારે હું પણ કલાકારોની ટીમ વતી રમ્યો હતો.

 
 
 

Related News