અપની તો પાઠશાલા મસ્તી કી પાઠશાલા: બાલભવનમાં બાળ ખેલૈયાઓ બમ્બાટ...

રાજકોટ તા,13
બાલભવન દ્વારા 5 થી 16 વર્ષ સુધીના બાળકો માટે અર્વાચીન દાંડીયારાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સાઝ ઔર અવાજ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે બાળકો ધુમ મચાવે છે. 5 થી 10 વર્ષનું એ-ગ્રુપ અને 11 થી 16 વર્ષનું બી ગ્રુપ રોજના 25 થી 20 ગ્રુપ વાઈઝ એન્ડ ગર્લ્સના કુલ 50 બાળકો તથા ડેઈલી પાસના 5 બાળકો સહિત કુલ 55 બાળકોને ઈનામોથી નવાઝવામાં આવ્યા. આજના ત્રીજા નોરતે નવરાત્રી દાંડીયારાસની રંગમ જામતી જાય છે. ત્યારે વાલીઓ પણ પોતાના બાળકોને નિહાળવાનો આનંદ માણે છે. ડેઈલી પાસ રમતા બાળકોએ પણ એટલો જ આનંદ માણ્યો. વિજેતા બાળકોને મુખ્યમહેમાનો જિલ્લા રમત ગમત અધિકારી વી.બી. જાડેજા, મદદનીશ ચેરીટી કમિ., બી.એચ. હુણ, બકુલભાઇ નથવાણી, કાશ્મીરાબેન નથવાણી, હસ્તે ઈનામો આપી નવાઝાયા તથા નિર્ણાયક તરીકે હર્ષિદાબેન માઢક, મૌલીકાબેન નકરાણી, કૃપાબેન નથવાણી તથા અમીતાબેન રાવલે સેવા આપી હતી.