ગાંધીગ્રામમાં દારૂડિયાનો આતંક, ત્રણ લોકોને છરીના ઘા ઝીંકયાOctober 13, 2018

 નવરાત્રીના તહેવારમાં રાત્રે જીવતા બોંબની માફક ફરતા ટપોરીઓ
રાજકોટ તા. 13
દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા પોલીસે દારૂની બદીને ડામવા સઘન ચેકીંગ હાથ ધર્યુ છે, ત્યારે શહેરમાં વધુ એક નશાખોર શખ્સે ગાંધીગ્રામમાં જુદી જુદી જગ્યાએ ત્રણ વ્યકિતને છરીના ઘા ઝીંકી દેતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં ઋષીરાજ ગોહેલ નામના શખ્સે રાત્રીના ઘરથી વાવડી કિસ્મત એપાર્ટમેન્ટમાં રહેતા આકાશ અશોકભાઈ ડોડીયા ઉ.વ.25 ગાંધીગ્રામમાં પાનની દુકાન પાસે હતો ત્યારે ઋષિરાજ ગોહિલે નશાની હાલતમાં તેની સાથે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો આગળ જઈ ગાંધીગ્રામમાં જ રહેતા સમીર પ્રવિણભાઈ ગોસ્વામી નામના 25 વર્ષના બાવાજી યુવાન સાથે પણ ઝઘડો કરી પરફેકટ શો રૂમ સામે સમીર ગોસ્વામીને છરીના ઘા ઝીંકી દીધા હતાં ત્યાર બાદ આગલ ઉભેલા ચાઈનીઝની લારીવાળાને પણ છરીના ઘા ઝીંકી દેતા ત્રણેયને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નશાખોર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.