ઓર્ડર... ઓર્ડર: સુપ્રીમમાં વર્કિંગ ડે પર જજોને ‘નો-લીવ’

 કોર્ટમાં પેન્ડીંગ કેસોનો નિકાલ કરવા નવા ચીફ જસ્ટિસનો નવો અભિગમ
નવી દિલ્હી તા.13
કોર્ટમાં પેન્ડીંગ કેસના ભારને હળવો કરવા માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યદિવસ દરમિયાન ‘નો લીવ’નો ફોર્મ્યુલા બનાવ્યો છે. દેશની ન્યાયપાલિકાની ત્રિસ્તરીય વ્યવસ્થામાં કરોડો પેન્ડીંગ કેસના કારણે લોકોને ન્યાય નથી મળી રહ્યો. આ કારણે ન્યાય મેળવવા માટે લાઈનમાં ઉભેલા લોકોને વધુ રાહ જોવી પડે છે.
ઓક્ટોબરે દેશના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા બાદ જસ્ટિસ ગોગોઈઅિે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં પેન્ડીંગ કરોડો મામલાનો ભાર હળવો કરવા માટે આ પગલું ઉઠાવવાનો સંકેત આપ્યો હતો. કાર્યકાળ શરૂ થયાના એક અઠવાડીયાની અંદર તેમણે તમામ હાઈકોર્ટના કોલેજીયમ (ચીફ જસ્ટીસ અને બે સૌથી સિનિયર જજ) સાથે ચર્ચા કરી. વીડીયો કોન્ફરસીંગ દ્વારા તેમણે પેન્ડીંગ કેસના ઘટાડા અંગે ચર્ચા કરી હતી.
સીઆઈઆઇ ગોગોઈએ કડવા ડોઝની સલાહ તરીકે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને એ જજોને ન્યાયિક કાર્યથી હટાવવા કહ્યું છે. જે કોર્ટની કાર્યવાહી દરમિયાન નિયમિત નથી. તેમણે હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશોના એ જજો વિશે માહિતી આપવા કહ્યું છે જે કામ દરમિયાન અનુશાસનનો અનાદર કરે છે. તેમણે વાયદો કર્યો કે સુપ્રીમ કોર્ટ આવા જજોને વ્યક્તિગત રીતે મળશે. હાઈકોર્ટે કોઇ જજ કે નીચલી કોર્ટના ન્યાયિક અધિકારીને મુશ્કેલ સ્થિતિમાં કામ છોડીને વર્કીંગ ડેમાં રજા મંજુર કરવા પર જોર આપવા સિવાય જસ્ટિસ ગોગોઈએ વર્કીંગ ડે પર સેમીનાર કે સત્તાવાર કાર્યક્રમથી દુર રહેવા કહ્યું છે. વીડિયો કોન્ફરન્સ પછી એક સત્તાવાર પત્ર દ્વારા સીજેઆઈએ કોર્ટની કાર્યવાહી દરમિયાન જજોને એલટીસી લેવા પર રોક લગાવી છે. કામમા અનુશાસનની સલાહ બાદ સીજેઆઈએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશો અને વરિષ્ઠ જજોને કોર્ટમાં મોટા પ્રમાણમાં ખાલી પદોની ભરતી માટે તાત્કાલીક પગલાં ભરવા કહ્યું છે. સીજેઆઈ ગોગોઇએ જોજોને કહ્યું કે નિચલી કોર્ટોમાં કેસ ઝડપથી પતાવવા માટે મોનિટરીંગની જરૂરીયાત છે. હાલ તેના પર 3 મહિને ધ્યાન અપાય છે. તેમણે જજોને ટ્રાયલ કોર્ટોમાં ભરતી મામલા પતાવવા માટે રોજ નજર રાખવાનું મીકેનીઝમની સંભાવનાઓ શોધવા કહ્યું છે. દેશની નીચલી કોર્ટમાં લગભગ 2.6 કરોડ કેસો પેન્ડીંગ છે. જે મામલો 5 વર્ષથ પેન્ડીંગ છે તેની સુનાવણી તાત્કાલીક લિસ્ટ કરવામાં આવે. કેસ સાથે સંબંધીત પક્ષોની સુનાવણી બાદ એવા મામલા પૂર્ણ કરવામાં આવે.