હવે સલમાન ખાન ઝપટમાં! બિગ બોસની સ્પર્ધકનો રેપનો આરોપOctober 13, 2018

વીડિયો પોસ્ટ કરી ખળભળાટ મચાવ્યો: મને વેશ્યા જેવી બનાવી દીધી: પૂજા મિશ્રા
મુંબઇ તા.13
મહિલાઓ પર થતા જાતીય અત્યાચારને ઉજાગર કરવા શરૂ કરાયેલા ખયઝજ્ઞજ્ઞ અભિયાને બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે. ખયઝજ્ઞજ્ઞ અભિયાનમાં જોડાવાથી કે કબુલાત કરવાથી પોતાની બદનામી થઈ શકે એમ જાણતી હોવા છતાં બોલિવૂડની મહિલાઓ હવે હિંમત કરી બહાર આવી રહી છે અને તેમના સોશિયલ મીડિયા પર અનુભવો શેર કરી રહી છે.
બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક પૂજા મિશ્રાએ સલમાન ખાન સામે જાતીય અને માનસિક ત્રાસ ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે તો સુભાષ ઘઈ સામે એક અભિનેત્રીએ નામ ન જણાવતાં બળાત્કારનો આક્ષેપ કર્યો છે, જ્યારે ડિરેક્ટર સાજિદ ખાન સામે એક નહીં, ત્રણ યુવતીઓએ છેડતીના આક્ષેપ કર્યા છે. મોડલ અને બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક પૂજા મિશ્રાએ સલમાન ખાને તેનું જાતીય શોષણ કર્યું હતું અને માનસિક ત્રાસ આપ્યો હતો એવો આક્ષેપ કર્યો છે.
પૂજા મિશ્રાએ વીડિયો પોસ્ટ કરી ખળભળાટ મચાવી દીધો છે. જેમાં તેણે સલમાનને સવાલ કરતાં કહ્યું છે કે દિલ્હીમાં સુલતાનનાં શૂટિંગ વખતે મને અન્કોન્શિયસ કરી મારા પર બળાત્કાર કરનાર કોણ હતું, સલમાન તું હતો? કે અરબાઝ, સોહેલ? કે પછી તમે સાથે મળી મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. મને વેશ્યા જેવી બનાવી દીધી હતી.
જો હિંમત હોય તો જરૂર આ વિશે કોમેન્ટ કરજો. આ તો હજી શરૂઆત છે આગળ જો જો, હવે શું થાય છે. તેણે આ પહેલાં સોનાક્ષી સિંહા અને તેની માતા પૂનમ સિંહા સામે ધંધાકીય પ્રતિસ્પર્ધાને લગતા કેટલાક આક્ષેપ કર્યા હતા.
એ વખતે સલમાને પૂનમ સિંહાને સપોર્ટ કરી પોતાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, સલમાનના સિંહા સાથે અનૈતિક સંબંધ હોવાને કારણે તેણે આમ કર્યું હતું.