સદ્ગત બ્રિગેડિયરને મળતા ચહેરાવાળા સરદારજીએ જમીન હડપ કરવી હતી !October 13, 2018

 ખંભાળિયાના હર્ષદપુરમાં 15 કરોડની જમીનના પ્રકરણમાં સૂત્રધારને પકડી લેવાયો
જામખંભાળીયા,તા.13
ખંભાળીયા નજીક આવેલા હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારની સર્વે નં. 1પ0 તથા 1પ1 પૈકીની આશરે પંદર વીઘા જેટલી જમીન મુળમાલીક મોહન મુકુદસિંહ હરમાનસિંગ બ્રિગેડીયરની છે. આ ખેતીની જમીનનાં વારસદાર તરીકે માનસીંગ મોહનકુંદસીંગ નામની વ્યકિતએ તા.7-6-ર018 ન રોજ ખંભાળીયા મામલતદાર કચેરીની ઈ-ધરા શાખામાં વારસાઈ એન્ટ્રી માટે અરજી આપી હતી. આ અરજી સાતે તેણે ધોરાજીનો અસલ વારસાઈ આંબો, અસલ સોગંદનામુ, આધારકાર્ડની પ્રમાણીત નકલ વિગેરે રજુકરતાં આ જમીનનાં દસ્તાવેજોમાં એન્ટ્રી નં.3437 થી વારસાઈ એન્ટ્રી થઈ હતી.
ત્યારબાદ આ જમીનનાં મુળ માલીક મોહનકુંદસિંહ બ્રિગેડયરનાં જમાઈ અમરીકસિંગ અવતારસિંગ (રહે.દિલ્હી)ની વાધાં અરજીના આધારે મામલતદાર તથા ઈ ધરાનાં અધિકારીઓની તપાસમાં ખોટુ થયાનું ખુલતાં આ એન્ટ્રી નં. 3437 ની નામંજુર કરી,જમીન કૌભાડ સંદર્ભે માનસિંગ મોહનકુદસિંગ નામની વ્યકિત તથા અન્ય જવાબદાર શખ્સો સામે નાયબ મામલતદારએ અહીની પોલસીમાં ધોરણસર ફરીયાધ નોધાવી હતી.આ પ્રકરણમાં જીલ્લા પોલીસ વડા તથા એ.એસ. પી.પ્રશંત સુંબેના માર્ગદર્શન હેઠળ અહિના ઈન્ચાર્જ પી.આઈ. અરવિંદસિંહ જાડેજાએ ખાસ ટીમ બનાવી,મુંબઈ, ધોરાજી, વિગેરે સ્થળોએ તપાસનો દૌર લંબાવ્યો હતો.
આશરે રૂા. દશ થી પંદર કરોડ જેટલી કિંમત ધરાવતી પંદર વીઘા જેટલી ખેતીની જમીનમાં કથીત કાંભાંડ સંદર્ભે રીઢા ગુનેગાર અને ચીખલી ગેંગના સભ્ય એવા 54 વર્ષિય માનસિંદ નામના પંજાબી શખ્સની ખંભાળીયા પોલીસે ધોરણસર રીતે ધરપક્કડ કરી હતી. ધોરાજી ખાતે ગુલાબનગર ખાતે રહેતા અને ભુંડ પકડવાનો વ્યવસાય કરતાં માનસિંગ ઉધમસિંગે મુંબઇની શાળાનું બોગસ લીવીંગ સર્ટીફીકેટ તથા પિતાનું બોગસ ડેથ સર્ટી વિગેેરે બનાવી, અન્ય શખ્સોની મીલીભગતથી ખંભાળીયાની હર્ષદપુરની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચર્યુ હતું. અહિંની જમીનના મૃતક બ્રિગેડીયર અને પોતે પણ સરદારજી હોવાથી ચહેરા-મોહરા સરખા હોવાનો ગેરલાભ લઇ અન્ય શખ્સોની મીલીભગતથી આ કૌભાંડ કરવામાં આવ્યાનું પણ ખુલ્યું છે. આરોપી દ્વારા વરસાઇ આંબો, દતક પુત્રનું વીલ, લીવીંગ સર્ટી વિગેરેના આધારે વરસાઇ એન્ટ્રી કરાવવામાં આવી હતી. ઝડપાયેલા આ આરોપીને અહિંની અદાલતમાં રજુ કરી, રિમાન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી અહિંના ઇન્ચાર્જ પી.આઇ., એ.બી.જાડેજા સાથે સ્ટાફનાં રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ ગોજીયા, ડાડુભાઇ તથા વિરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.