લવજેહાદના વિરોધમાં મેંદરડા સજ્જડ બંધOctober 13, 2018

 ચાર ગામનાં લોકોએ જબ્બર રેલી કાઢી મામલતદારને આવેદન સોંપ્યું: મુસ્લિમ સમાજ પણ ઘટનાનાં વિરોધમાં જોડાયો
મેંદરડા તા.13
મેંદરડાના ટ્યુશન ક્લાસીસ ચલાવતા મુસ્લિમ શખ્સ દ્વારા હિન્દુ યુવતિને ભોળવીને ભગાડી જવાનાં બનાવનાં હવે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. ધીમે ધીમે સમગ્ર પંથકમાં લવજેહાદનાં આ કિસ્સા સામે રોષ ભભૂકવા લાગ્યો છે ત્યારે ગઇકાલે ગ્રામજનો દ્વારા જબ્બર રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવાયું હતું અને લંપટ શખ્સને તાત્કાલિક પકડી અધિકારી સજા કરવા માંગ કરવામાં આવી હતી. આજે મેંદરડા સજ્જડ બંધ રહ્યું છે અને આગામી સમયમાં ઉગ્ર દેખાવોની વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓએ ચિમકી ઉચ્ચારી છે ત્યારે જિંજુડા ગામનાં મોમીન સમાજ પણ ઘટનાનાં વિરોધમાં જોડાયો છે તથા આરોપીને ઝડપી પાડવા મુસ્લિમ સમાજે પણ માંગ કરી છે.
મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામની વિપ્ર યુવતીને લઈ જનાર લવ જહેદી મુસ્લીમ યુવકને પકડીને જલદ પગલા લેવા મેંદરડા તાલુકા બ્રહ્મ સમાજ, વિશ્ર્વ હ્દિ પરીષદ બજરંગ દળ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદ હિન્દુ ઉત્સવ સમિતિ મેંદરડા તથા ઝીંઝુડા ગામના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીશ્રી તેમજ મામલતદાર મેંદરડાને આવેદન પત્ર આપવામાં આવેલ છે.
મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામની વિપ્ર યુવતીને મેંદરડાનો મુસ્લીમ યુવાન હનીફ કાદર કાથરોટી જે ઉપનામ ઈમરાન શેખ નામે ઓળખાય છે અને મેંદરડા મુકામે રહી મેંદરડા આરામ ગૃહની સામેના
કોમ્પ્લેક્ષમાં ભાડે દુકાન રાખી ઈંગ્લીશ ટયુશન કલાસીસ ચલાવે છે. આ ટયુશન કલાસીસમાં આ વિપ્ર યુવતી અભ્યાસ અર્થે જતી હતી આ સમય દરમ્યાન આ યુવક દ્વારા તેમને ભોળવી ફોસલાવી અને ઘાક-ધમકીથી ઉઠાવી ગયેલ છે.
આ મુસ્લીમ યુવાન ટયુશન કલાસના ઓઠા નીચે આવુ અદામ કૃત્ય કરીને ઘણી યુવતીઓને હેરાન પરેશાન કરીને લલચાવીને ફોસલાવી હશે. પરંતુ તેની ધાકને અને આબરૂને કારણે કોઈ આગળ આવી ફરીયાદ કરવામાં સંકોચ અનુભવતો હોય છે પરંતુ આ વિપ્ર યુવતીના પિતાએ હિંમત કરી પોલીસ કેસ નોંધાવેલ છે. આ યુવાન પરિણીત અને બે સંતાનનો પિતા હોવાનું જાણવા મળેલ છે તે ભોળી અને ગરીબ યુવતીઓને લલચાવી પટાવી ધર્મ પરિવર્તનનુ કાર્ય કરી લવ જેહાદ જેવી માનસીકતા ધરાવતો હોય અને મેંદરડામાં કોમી શાંતીને ભડકાવવાની કોશીષ કરતો હોય જેથી આ શખ્સને વહેલી તકે પકડી પાડીને આકરા પગલા લેવાય તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લીમ લોકો જોડાયા હતા આ યુવકને પકડવાની માંગ સાથે આવતી કાલે મેંદરડા શાંતી પૂર્ણ બંધ રાખવામાં આવશે.