મોરબીમાં 480 ગ્રામ ગાંજા સાથે વાંકાનેરની મહિલા પકડાઈOctober 13, 2018

 નશીલા પદાર્થ વેચવાનું વધુ એક નેટવર્ક ખૂલવાની આશંકા
મોરબી તા.13
આજના યુવધાનમાં નશીલા પદાર્થોના સેવનની કુટેવ વધી રહી છે અને શરાબ, કોડીન, ચરસ, ગાંજો સહિત અને અન્ય દવાઓ થકી યુવાનો નશો કરી રહ્યા છે ત્યારે મોરબી એલસીબીએ ગઈકાલે કેસરબાગ નજીકથી એક મહિલાને 480 ગ્રામ ગાંજા સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર કેફી પદાર્થનુ વેચાણ કરતા ઇસમો શોધી કાઢવા જિલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવેલ આદેશને પગલે મોરબી એસઓજી પો.હેડ.કોન્સ કોન્સ.કિશોરભાઇ ગોવિદભાઇ મકવાણાને મળેલ બાતમીને આધારે નટરાજ ફાટક, કેશરબાગના ગેઇટ પાસેથી મદીનાબેન યુનુસભાઇ સમયપોત્રા, ઉવ.ર6 રહે.હસનપર તા.વાંકાનેર જી.મોરબી વાળી ગેર-કાયદેસર કેફી પદાર્થ ગાંજો 480 ગ્રામ, કી.ર880 તથા રોકડ રકમ રૂપીયા 800 તથા પર્સ કી.રૂ.50 મળી કુલ કી.રૂ.3730 ના મુદામાલ સાથે મળી આવતા એસઓજી ટીમે ગઉઙજ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી વહેલી સવારે 4 વાગ્યે અટક કરી
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂઘ્ધ ગુન્હો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી કરવા મોરબી સીટી બી ડીવીઝનમાં તપાસ સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં મોરબી એસઓજી પીઆઇ એસ.એન.સાટી, એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો. હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, કારૂકભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિહ જાડેજા, પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ પટેલ, ભરતસિહ ડાભી વિજયભાઇ ખીમાણીયા તથા મહિલા પો.કોન્સ. પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.