પેટ્રોલમાં 17, ડીઝલમાં 30 પૈસાનો વધારો

રાજકોટ તા.13
પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે ફરી વધારો ઝિંકાયા છે ડોલર સામે રૂપિયો મજબૂત થયો છતા ભાવમાં ઉંચીચાલ થઈ છે અને પેટ્રોલમાં 17 પૈસા તેમજ ડિઝલમાં 30 પૈસાનો આજે વધારો થતા પેરોલ 80 અને ડિઝલ પણ 80 રૂપિયા પહેાંચવા આવ્યું છે છેલ્લા 9 દિવસમાં પેટ્રોલમાં 1.16 રૂપિયા અને ડિઝલમાં 2.35 રૂપીયા જેટલો વધારો થયો છે.
પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો થતા અને તેનાથી મોંધવારી ઉપર પણ અસર થઈ રહી હતી જેને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 2.50 રૂપિયાનો ઘટાડો 5 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો હતો જેની સામે આજે 9 દિવસમાં ફરી સરભર થવા ઉપર છે અને ડિઝલતો 2.50 આંળવામાં માત્ર 15 પૈસા છેટું રહ્યું છે. પેટ્રોલ-ડિઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ફુડ ઓઈલ અને ડોલરની મજબૂતાયથી નક્કી કરવામાં આવે છે ત્યારે અત્યાર સુધી ડોલર સામે નબળો પડયો હતો. ગઈકાલે રૂપિયો ડોલર સામે 37 પૈસા જેટલો મજબૂત થયો હતો છતા પણ સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં કોઈ રાહત આપી હતી નહી અને સતત વધારો પેેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહ્યો છે.
રાજ્ય સરકારે પણ કેન્દ્રની અપીલ સ્વીકારી 2.50 રૂપિયાનો ઘટાડો પેટ્રોલ-ડિઝલના ભાવમાં કર્યો હતો પરંતુ તેની સામે દિવસે દિવસે 20 થી 30 પૈસાનો વધારો સરકાર કરી રહી છે ત્યારે આજે પેટ્રોલમાં 17 પૈસા અને ડિઝલમાં 30 પૈસાના ભાવ વધારા સામે રાજ્યમાં અમદાવાદમાં પેટ્રોલ 79.59, ડિઝલ 78.54 બનાસકાંઠામાં પેટ્રોલ 79.76 ડિઝલ 78.75 રાજકોટમાં 79.43 ડિઝલમાં 78.42, સુરતમાં પેટ્રોલ 79.51 ડિઝલ 78.51, વડોદરામાં પેટ્રોલ 78.20, ડિઝલ 78.54 અને જામનગરમાં પેટ્રોલ 79.61 અને ડિઝલ 78.40 રૂપિયો પહોંચી ગયું છે.
સરકાર દ્વારા પ્રજાજનોને રાહત આપી ડામ આપવાનું ચાલુ રાખતા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી પ્રજા ઉપર બોજ વધી રહ્યો છે.