#MeToo: ‘અકબર’નો ન્યાય તોળશે મોદીના ‘બિરબલ’!

  • #MeToo: ‘અકબર’નો ન્યાય  તોળશે મોદીના ‘બિરબલ’!
  • #MeToo: ‘અકબર’નો ન્યાય  તોળશે મોદીના ‘બિરબલ’!

 આરોપોની તપાસ થશે: અમિત શાહ
 ઉમા ભારતીએ અકબરનો બચાવ કર્યો!
હૈદરાબાદ તા.13
મી ટુ કેમ્પેઇન પછી વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરની મુશ્કેલીઓ વધી ગઇ છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે અકબર વિરૂધ્ધ લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ થશે. આ સાથે જ શાહે એ પણ કહ્યું છે કે એ પણ જોવું પડશે કે અકબર વિરૂધ્ધ લાગેલા આરોપોમાં કેટલી સચ્ચાઇ છે. અમિત શાહે કહ્યું છે કે જોવું પડશે કે આ સાચું છે કે ખોટું. અમારે તે વ્યકિતના પોસ્ટની તપાસ કરવી પડશે. જો કે તેમણે તપાસની વાત પર એવું કહ્યું કે તેની પર વિચાર કરવામાં આવશે. અમિત શાહના આ નિવેદનને એટલા માટે મહત્વનું
માનવામાં આવે છે કે મીટુ કેમ્પેઇન પછી ઘેરાયેલા એમ.જે.અકબર પર બીજેપી હાઇકમાન્ડ તરફથી આ પહેલી પ્રતિક્રિયા છે. એમ.જે.અકબર પર આરોપ છે કે અનેક મીડિયા સંસ્થાનોમાં સંપાદક તરીકેના કાર્યકાળમાં તેમણે અનેક
મહિલા પત્રકારો સાથે આપતિજનક વર્તણુક કરી હતી. જેનાથી એ પણ સંકેત મળી રહ્યા છે કે પાર્ટી વિવાદને લઇને ખુબ જ ગંભીર છે.
અમિત શાહે એ પણ કહ્યું કે, કોઇપણ આરોપીને મઢવાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની શકે છે. જો કે તેનાથી એ પણ સ્પષ્ટ છે કે અકબર પર લાગેલા આરોપો પછી નકારાત્મક મેસેજ જઇ રહ્યા છે અને પાર્ટી ચિંતિત છે. શુક્રવારે અકબર વિરૂધ્ધ અન્ય એક એકાઉન્ટથી મી ટુ હેઠળ આરોપ લાગ્યા છે. સોશિયલ મીડિયા પર યૌન શોષણના આરોપોને લઇને ચાલતી ચર્ચા વચ્ચે પાર્ટીને અસહજ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
યુનિયન મિનિસ્ટર ઓફ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે જો અકબર સામેના આરોપો સાચા છે તો તેમને રાજીનામુ આપવું જોઇએ. એમજે અકબર હાલ આફ્રીકા છે અને તેઓ રવિવારે દેશમાં પરત ફરે તેવી શકયતા છે. તેમની વિરૂધ્ધ તાજેતરમાં જ આરોપ એક વિદેશી પત્રકારે લગાવ્યો હતો. તેનો આરોપ છે કે એક મીડિયા સંસ્થાનમાં 2007 માં ઇન્ટર્ન હતી ત્યારે અકબરે મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા યૌન દુર્વ્યવહાર કર્યો હતો. પીડિતાએ એ પણ કહ્યું કે તેના માતાપિતા 90 ના દશકમાં દિલ્હીમાં વિદેશી પત્રકાર તરીકે કાર્યરત હતા અને તેમના દ્વારા જ અકબરને મળી હતી.
એમ.જે.અકબર પર મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપો પર કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અકબરનો બચાવ કર્યો છે. ઉમાએ અકબર અને મહિલાઓ વચ્ચેનો મામલો બતાવ્યો છે. મધ્યપ્રદેશના સાગરમાં રાજમાતા વિજ્યારાજે સિંધિયાની જન્મ શતાબ્દીના અવસરે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા પહોચેલા ઉમાએ આ મામલે મીડિયાના સવાલનો જવાબ આપતા કહ્યું કે, હું આ મામલે કશું જ કહેવા ઇચ્છતી નથી. અકબરનો આ મામલો ત્યારનો છે જ્યારે તે કેન્દ્ર સરકારમાં મંત્રી નહોતા. આ મામલો હવે મહિલા અને અકબર વચ્ચે છે આથી હું કશું જ કહી ન શકું.