ડોન્ટ વરી: માત્ર 1% લોકોની ઇન્ટરનેટ સેવા પ્રભાવિત થશે

નવી દિલ્હી તા.13
દુનિયાભરમાં 48 કલાક દરમિયાન ઇન્ટરનેટ બંધ થવાના અહેવાલો આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, તેના કારણે દુનિયાભરના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ નહીં કરી શકે. રસીયા ટુડેના રીપોર્ટ મુજબ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ સાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ ક્રિપ્ટોગ્રાફિક કી બદલી મેન્ટેનન્સનું કામ કરશે. તેના કારણે મુખ્ય ડોમેન સર્વર્સ અને તેની સાથે જોડાયેલા નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રકચર થોડા સમય માટે ડાઉન રહેશે.
જ્યારે ઇન્ટરનેટ ડાઉન થશે તો વોટસએપ, ફેસબુક, ગુગલ એપ અને
ઘણા જરૂરી ઓનલાઇન કામ કરવામાં પણ મુશ્કેલી આવશે. એવું વિચારીને પરેશાન થવાની જરૂર નથી. સૂત્રોનું માનીએ તો તેની અસર દુનિયાભરના માત્ર 1 ટકા લોકો પર જ થશે. એટલે કે લગભગ 99 ટકા લોકો તેનાથી પ્રભાવિત નહીં થાય.
રીપોર્ટનું માનીએ તો જો યુઝર્સના નેટવર્ક ઓપરેટર્સ કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ આઇએસપીએસ આ ફેરફાર માટે તૈયાર નથી તો કેટલાક ઇન્ટરનેટ ્યુઝર્સને તેનાથી પરેશાની થઇ શકે છે. જો કે યોગ્ય સીસ્ટમ સિકયોરીટી એકસટેન્શનને ઇનેબલ કરી આના પ્રભાવને નજરઅંદાજ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ રીપોર્ટ આવ્યા બાદ ઇન્ટરનેટ બંધ થવાના અહેવાલ ઝડપથી વાઇરલ થવા લાગ્યા, તે પછી આઇસીએએનએનએ તેના પર સ્પષ્ટીકરણ આપ્યું કે, તેની અસર લગભગ નહીંવત થશે.
બોકસ
ફેસબુકના 2.90 કરોડ યુઝર્સના ડેટાની ચોરી ખુદ ફેસબુકે જ કરી શરમજનક કબુલાત ન્યૂયોર્ક તા.13
સોશિયલ નેટવર્ક સાઇટ ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે હેકર્સે ગત મહિને લગભગ 3 કરોડ યુઝર્સના અકાઉન્ટની સુરક્ષા તોડવાના સફળ પ્રયાસ કર્યા છે. આ 3 કરોડમાંથી લગભગ 2 કરોડ 90 લાખ યુઝર્સના ફેસબુક અકાઉન્ટનો ડેટા ચોરી થયો તેવી વાત જાણવા મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગત મહિને કંપનીએ એવો ખુલાસો કર્યો હતો કે હેકર્સે 5 કરોડ યુઝર્સના અકાઉન્ટ હેક કરવાના પ્રયત્ન કર્યા હતા અને તેની ડીટેઇલ માંગવામાં આવી હતી અને તેના જ જવાબમાં આજે ફેસબુકના વાઇસ પ્રેસીડેન્ટે હેકર્સ દ્વારા ડેટા ચોરી થયા તેની જાણકારી આપી હતી.
રીપોર્ટ પ્રમાણે દુનિયાભરના લગભગ 1.5 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેકટ ડીટેઇલ્સની ચોરી થઇ હતી. જેમાં યુઝરના ફોન નંબર, ઇમેઇલ અને પ્રોફાઇલ સામેલ છે. જ્યારે 1.4 કરોડ યુઝર એવા છે કે જેના નામ અને કોન્ટેકટ સિવાય તેમની પ્રોફાઇલ સાથે જોડાયેલી જાણકારી પણ ચોરાઇ ગઇ હતી કે જેમાં યુઝરનેમ, જાતિ, ભાષા, રીલેશનશીપ, ધર્મ, જન્મદિવસ, શિક્ષણ અને અંતિમ 10 જગ્યાઓ પર વિઝીટ કરવાની માહિતી સામેલ છે. કંપનીએ તેમની બ્લોગપોસ્ટમાં જણાવ્યું કે અમે એફબીઆઇનો સહયોગ કરી રહ્યા છીએ, કે જેઓ આ મુદ્દે તપાસ કરી રહ્યા છે.