હૈદરાબાદ ટેસ્ટમાં રાજકોટનું પુનરાવર્તન?October 13, 2018


હૈદરાબાદ: ભારત વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટના બીજા દિવસે વેસ્ટઈન્ડિઝની ટીમ પહેલી ઇનિંગમાં 311 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 6 વિકેટ લીધી. આ પહેલા મેચના પ્રથમ દિવસે વેસ્ટઈન્ડિઝે સાત વિકેટ ગુમાવીને 295 રન બનાવ્યાં હતા. પહેલો દિવસ પૂર્ણ થતાં સુધીમાં રોસ્ટન ચેઝ 98 અને દેવેન્દ્ર વિશૂ 2 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. આ ટેસ્ટમાં હજુ સુધી ચેઝ વેસ્ટઈન્ડિઝ તરફથી સફળ બેટ્સમેન છે. ભારત તરફથી ઉમેશ યાદવ અને કુલદીપ યાદવ ે 3-3 વિકેટ ઝડપી છે. કુલદીપે પોતાની 100 ઈન્ટરનેશનલ વિકેટ પણ પૂર્ણ કરી છે. કુલદીપે પાંચ ટેસ્ટમાં 18, 29 વનડે રમીને 58 અને 12 ટી-20 રમીને 24 વિકેટ ઝડપી.