#MeToo: બિગ બી યૂ ટૂ?

  • #MeToo: બિગ બી યૂ ટૂ?

મુંબઇ તા.13
મુવમેન્ટ હજુ તો ભારતમાં શરૂ થઈ છે ત્યાંજ આલોકનાથ નાના પાટેકર સાજીદ કાન અનુ મલીક કૈલાશ ખેર જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા માતા પર શારિરીક શોષણનો આરોપ લાગ્યો છે. શુક્રવારે સેલીબ્રિટી હેર સ્ટાઈલીસ્ટ સપના ભવનાનીએ ટવીટર પર અમિતાભ બચ્ચનએ મી ટુ મુવમેન્ટના સપોર્ટમાં કરેલા ટવીટ પર જવાબ આપ્યો છે.
સપના ભવનાનીએ ટવીટર પર લખ્યું કે આ સૌથી મોટુ જુઠાણુ છે. ‘પિંક’ ફિલ્મ આવી અને ગઈ એજ રીતે એકટીવીસ્ટ તરીકેની તમારી છબી પણ ભૂંસાઈ જશે. સર તમારી હકીકત જલદી જ લોકો સામે આવશે. મહિલાઓને શારિરીક
(અનુસંધાન પાના નં.8)
શોષણ સામે અવાજ ઉઠાવવા સપના ભવનાનીએ આહ્યન કર્યુ. સાથે દાવો કર્યો કે તેણે અમિતાભ બચ્ચને જાતીય સતામણી કરી હોય તેવા ઘણા કિસ્સા સાંભળ્યા છે.
સપના ભવનાનીએ ટવીટ કર્યુ કે ‘મે અમિતાભ બચ્ચને જાતીય સતામણી કરી હોય તેવા ઘણા કિસ્સા પર્સનલી સાંભળ્યા છે. આશા રાખુ છું કે તે મહિલાઓ બહાર આવશે અને અવાજ ઉઠાવશે તેમનો દંભ થકવી નાખનારો છે.
પોતાના 76 મા જન્મ દિવસે અભિતામ બચ્ચને આખરે મુવમેન્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સોશીયલ મિડીયા પર એક લાંબી પોસ્ટ મુકીને તેમરે પોતાના વિચારો પ્રગટ કર્યા હતાં. બચ્ચને લખ્યું કે ‘કોઈ પણ મહિલૂ સાથે કયારે પણ કોઈ પણ પ્રકારની ગેરવર્તણુંક ન થવી જોઈએ ખાસ કરીને એ જયાં કામ કરે છે ત્યાં તો નહિ જ.