શું તમે ગાંધી મ્યુઝીયમ વિશે જાણો છો?

  • શું તમે ગાંધી મ્યુઝીયમ વિશે જાણો છો?
  • શું તમે ગાંધી મ્યુઝીયમ વિશે જાણો છો?
  • શું તમે ગાંધી મ્યુઝીયમ વિશે જાણો છો?

મિત્રો ર ઓકટોબરે ગાંધીજીનો જન્મદિવસ હજુ હમણા જ આપણે સહુએ મનાવ્યો. આ વખતના જન્મદિવસની ખાસ વાત એ હતી કે રાજકોટ આલફ્રેડ હાઇસ્કુલમાં રૂા.ર6 કરોડના ખર્ચે ગાંધી મ્યુઝીયમ બનાવવામાં આવ્યું તેનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.
મિત્રો શું તમે જાણો છો કે આ એ જ આલફ્રેડ હાઇસ્કૂલ છે કે જ્યાં ગાંધીએ શાળાનું શિક્ષણ લીધું હતુ. આ જ શાળામાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓએ પોતાના ક્ષેત્રમાં આગળ વધી શાળાનું નામ રોશન કર્યું છે અને આ જ સ્થાનમાં હવે ગાંધીજીની સ્મૃતિઓ જીવંત કરવામાં આવી છે. દરેકે એક વખત આ મ્યુઝીયમની મુલાકાત લેવા જેવી છે.
તમને મોકો મળે ત્યારે જરૂર જજો પરંતુ અહીં તમને મ્યુઝીયમ વિશેની આછેરી ઝલક દેખાડીએ છીએ. જોઇએ કયા રૂમમાં શું હશે ? મ્યુઝીયમમાં કીડઝ ગેલેરીમાં ટોક વિથ બાપુ તથા વિવિધ પાસાઓ પ્રેઝન્ટેશન મેપીંગ દ્વારા દર્શાવ્યા છે.
ગ્રાઉન્ડ ફલોર
રૂમ નં.1-ર : જન્મ અને પરિવાર, માતા પુતળીબાઇ, બાળપણમાં શીખેલા પાઠ, કબા ગાંધી પરીવારનું રાજકોટમાં આગમન અને પિતાજીનું અવસાન
રૂમ નં.3-4 : ત્રણ વસ્તુઓથી દુર રહેવાની પ્રતિજ્ઞા, લંડન-અંગ્રેજી જેન્ટલમેનનો વેશ, લંડનમાં મેટ્રીકની પરીક્ષામાં ઉતીર્ણ, વિશ્ર્વના ધર્મોનો પરીચય, બેરીસ્ટર ગાંધી પહોંચ્યા મુંબઇ.
રૂમ નં.પ-6 : નાતાલ ઇન્ડીયન કોંગ્રેસની સ્થાપના, લીલા ચોપાનિયાનું પ્રકાશન, પરીવારની સાથે દક્ષિણ આફ્રિકા, ઇન્ડીયન ઓપિનિયનનો પ્રારંભ વગેરે.
રૂમ નં.7 : સત્યાગ્રહનો જન્મ, એશિયાટીક લો અમેન્ડમેન્ટ એકટ-ખૂની કાયદો, ખુની કાયદાના વિરોધ બદલ જેલવાસ, ટોલ્સ્ટોય ફાર્મ
રૂમ નં.8-9 : ગ્રેટ માર્ચ, ધરપકડ, ટ્રાયલ. સજા અને છુટકારો, સ્વદેશ આગમન, દક્ષિણ આફ્રિકામાં કરેલી સેવા બદલ સન્માન, ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે મુલાકાત. લોકમાન્ય બાલ ગંગાધાર ટીળક સાથે મુલાકાત, ભારત અને બર્માની યાત્રા.
રૂમ નં.10-11 : સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ચરખો : ભારતીય અર્થવ્યવસ્થાનો આધાર, ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદના મિલ મજુરોની હડતાળ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એકટ
રૂમ નં.1ર : જલિયાવાલા બાગ ભીષણ હત્યાકાંડ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, અસહકારનું આંદોલન, ચૌરી ચોરા કાંડ
રૂમ નં.13-14 : હિંદુ-મુસ્લીમ એકતા મોટું ર1 દિવસની ઉપવાસ, અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના, બારડોલી સત્યાગ્રહ, સાઇમન કમિશન, પૂર્ણ સ્વરાજ, દાંડીકૂચ
રૂમ નં.14-16 : દ્વિતીય ગોળમેજી પરીષદ, અસ્પૃશ્યતા નિવારણ માટે અભિયાન, કોંગ્રેસમાંથી રાજીનામું, પેલેસમાં નજરકેદ, કસ્તુરબાનુ અવસાન રૂમ નં.17-18 : સીમલા કોન્ફરન્સ, કોમી રમખાણ, દેશ આઝાદ થયો, મહાત્માને વિશ્ર્વભરમાંથી શ્રધ્ધાંજલી
ફર્સ્ટ ફલોર
રૂમ નં.19 થી 31 સત્ય, બ્રહ્મચર્ય, અસ્વાદ, અહિંસા, અસ્પૃશ્યતા નિવારણ, અપરિગ્રહ, ગાંધીજીની જેલયાત્રા, શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી
રૂમ નં.3ર-33 બાપુ સાથે વાર્તાલાપ સત્યની સફર, ત્રણ બુદ્ધિશાળી વાનર, બાપુ સાથે એક દિવસ, આહારની આદત, સર્વધર્મ એક સમાન, ગાંધી કવીઝ
રૂમ નં.34 : મહાનુભાવોનો પ્રભાવ, લીઓ ટોલ્સટોય, જોન રસ્ક્રીન, હેનેરી ડેવિડ થોરો, ગોપાલકૃષ્ણ
ગોખલે
રૂમ નં.35 : ગાંધીજીનાં પાત્રો, ભાષણ અને પત્રિકાઓ
રૂમ નં.36 : ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ
રૂમ નં.37 : ગાંધી કથા : નારાયણભાઇ દેસાઇ
રૂમ નં.38 : મોહનદાસનો વર્ગખંડ
રૂમ નં.39 : ગાંધી વિચાર : સમયથી આગળ