Jokes corner

  • Jokes corner

બંટી: પપ્પા બહાર કોઈ સ્વિમિંગ પુલ માટે ફાળો ઉઘરાવવા આવ્યું છે.
પપ્પા: એક લોટો પાણી આપી દે
***
બે મૂર્ખ બેન્ક લૂંટવા ગયા બંદૂક લેવાનું ભૂલી ગયા તો પણ બેન્ક લૂંટી લીધી પૂછો કઇ રીતે?
બેન્ક મેનેજર તેનાથી પણ ચડે તેવો હતો તેણે કહ્યું કે ચાલશે બંદૂક કાલે બતાવી જજો.
*****
પિંકુ: ટીચર, કોઈએ કાંંઈ જ કર્યું ન હોય તેને સજા આપવી યોગ્ય છે?
ટીચર:ના બિલકુલ નહીં
પિંકુ: તો મેં આજે હોમ વર્ક નથી કર્યું.
*****
અજય: યાર, આઈ એમ ગોઈંગનો અર્થ શું થાય?
વિજય: હું જઈ રહ્યો છું.
અજય: એમ તો કઈ રીતે જઈશ. 20 લોકોને પૂછી ચૂક્યો છું, બધા જતા રહેવાની વાત કરે છે. હવે જવાબ આપીને જા.
*****
મેડમ - તમારા બધામાં સૌથી બહાદુર કોણ છે બાળકો
મેડમનો સવાલ સાંભળીને બધા બાળકોએ હાથ ઉપર કર્યો.
આ જોઈને મેડમે એક વધુ સવાલ પુછ્યો
મેડમ-સારુ બતાવો જો તમારી શાળા સામે કોઈ બોમ્બ મુકી દે તો તમે શું કરશો
મેડમનો સવાલ સાંભળી પપ્પુએ હાથ ઉઠાવ્યો અને બોલ્યો
મેડમ જી એક બે મિનિટ જોઈશું જો કોઈ લઈ જાય તો ઠીક છે નહી તો સ્ટાફરૂમમાં મુકી દઈશું
*****
એક વખત પહેલવાને ફેકૂને થપ્પડ મારી
ફેકૂએ પછ્યું- આ થપ્પડ ગુસ્સાથી માર્યો છે કે મજાકમાં ?
પહેલવાને કહ્યું - ગુસ્સાથી..
ફેકૂ બોલ્યો - તો પછી ઠીક છે. કારણ કે મજાક મને પસંદ નથી.
*****