Do It YourSelf

  • Do It YourSelf
  • Do It YourSelf

દોસ્તો,
અત્યારે નવરાત્રિના દિવસોમાં દરેકના ઘરે માતાજીના ગરબા ગાઇને માતાજીના પૂજન અર્ચન કરીને પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે.
મમ્મી રોજ નવો નવો પ્રસાદ બનાવીને માતાજીને ધરાવે છે અને પ્રસાદ ધરાવ્યા બાદ આપણને પણ તે ખાવાની મોજ પડે છે ખરુ ને ? આવા જ એક દોસ્તની મમ્મી હેતલ માંડવીયાએ સરસ રેસીપી મોકલી છે. જે બધા બાલ દોસ્તો પણ બનાવી શકશે. આ રીતે પ્રસાદ બનાવી તમે મમ્મીને પણ સરપ્રાઇઝ આપી શકશો બરાબરને ?
હેલ્ધી ફજ (ડેટ ફજ)
1 કપ સોફટ ખજુર (જીણો સમારેલ) 1/4 કપ ચોકોસ, બે ટી સ્પુન - પમ્પકીન સીડસ, બે અખરોટસ, બે બદામના ટુકડા, બે સ્પુન કાજુ, બે ટી સ્પુન - અંજીરના ટુકડા
રીત : એક બાઉલમાં ખજુર લઇ હાથેથી મસળવું/બાકીની બધી સામગ્રી એડ કરી સરખુ મિકસ કરવું./ઘી લગાડેલી પ્લેટમાં પાથરવું. ચપ્પુથી ચોરસ કે ડાઇમંડ કટ આપી ફજ તૈયાર કરવા.