દુનિયાની પ્રથમ અન્ડર વોટર વિલા

વેકેશન પર જવા માટે માલદીવ આજકાલ લોકોને ફેવરિટ જગ્યાઓમાંથી એક છે. માલદીવ લક્ઝુરિયસ હોટલ્સ અને મોંઘા રિસોર્ટ્સ માટે પણ જાણીતું છે. જો તમને પણ લગ્ઝરી રિસોર્ટ્સ પસંદ હોય તો માલદીવ તમને થોડા જ દિવસોમાં એક શાનદાર ગિફ્ટ આપવાનું છે. માલદીવમાં દુનિયાની પ્રથમ અંડર વોટર વિલા શરુ થવા જઇ રહી છે. આવતા મહિનાથી એટલે કે નવેમ્બરથી માલદીવમાં અંડરવોટર વિલા શરુ થઇ જશે. આ હોટલ શરૂ થવાની ખબરથી ટુરિઝમ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને, જે લોકોને પાણી અને અંડરવોટર એડવેન્ચર્સ પસંદ હોય તેના માટે આ એકદમ એક્સાઇટિંગ છે. આ વિલા બે માળની છે. વિલાનો એક માળ પાણીની ઉપર છે અને બીજો પાણીની અંદર. પાણીની અંદર એક મોટો બેડરૂમ, વોશરૂમ અને લિવિંગ રૂમ છે. વિલાનો ઉપરનો માળ પણ એકદમ લગ્ઝુરિયસ હશે. અહીં કિચન, બાર, જિમ સિવાય અન્ય ઘણી સુવિધાઓ હશે. અહીં માલદીપનો સુંદર સનસેટ જોવા માટે ડેક પણ છે. તમારી મદદ માટે અહીં 24 કલાક સ્ટાફ હાજર રહેશે. અહીં એક રાત રોકાવાનું ભાડું 50 હજાર ડોલર એટલે કે લગભગ 37.13 લાખ રૂપિયા છે.