ભારતને હૈદરાબાદમાં જીતાડશે ગણપતિદાદા!

હૈદરાબાદ તા.13
જીવના કોઇપણ ક્ષેત્રમાં જ્યારે કોઇપણ પ્રકારની મુશ્કેલી આવે છે ત્યારે બધુ ઠીક કરવા માટે ભગવાની શરણમાં જવું એ સામાન્ય વાત છે અને રમત પણ તેનાથી દૂર નથી. પરંતુ એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની અંદર મંદિર હોવું, થોડુ વિચિત્ર લાગે છે. ઉપ્પલના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં એન્ટ્રી કરતા જ તેમને આવું મંદિર જોવા મળશે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. સામાન્ય દિવસમાં ભલે કોઇનું ધ્યાન આ તરફ જતુ નહીં હોય પરંતુ મેચના દિવસે ઘણી વખત આ મંદિર ધ્યાન આકર્ષીત કરી દેતું હોય છે. આ મંદિરની પાછળની સ્ટોરી વિશે પુછવામાં આવ્યું ત્યારે પુજારી હનુમંત શર્માએ કહ્યું કે, આ મંદિરનું નિર્માણ 2011માં કરવામાં આવ્યું હતું કેમકે ભારતની ટીમ અને આઇપીએલની તાત્કાલીન સ્થાનિય ફેન્ચાઇઝી ડેક્કન ચાર્જીર્સે આ મેદાન પર મેચ જીતી રહ્યાં ન હતા.
તેમણે કહ્યું હતું કે, આ ઘરેલૂ ટીમો માટે અશુભ મેદાન સાબિત થઇ રહ્યું હતું. ત્યારે જાવા મળ્યુ હતું કે વાસ્તુદોષ છે. ભગવાન ગણેશ વાસ્તુશાસ્ત્રના દેવતા છે. તમે 2011 પછીનો રેકોર્ડ જોઇ લો, ભારતીય ટીમ અહીંયા ક્યારે પણ હારી નથી. તેમણે કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોની અભ્યાસ સત્ર બાદ અહીંયા આવીને ભગવાન ગણેશના આશીર્વાદ લે છે. બીજુ એક નામ મારા ધ્યાનમાં આવી રહ્યું છે તે કર્ણ શર્માનું છે.