મરદ મુછાળી મહિલા..!October 13, 2018

નવી દિલ્હી: લોકો માત્ર શરીર ઢાંકવા માટે કપડાં પહેરે છે પણ મારે તો મોઢાં પર પણ કપડું બાંધવું પડતું હતું. હું ચહેરા પર કપડું બાંધ્યા વગર ઘર બહાર નીકળી નથી. પછી એ ગરમી હોય કે વરસાદ, તડકો હોય કે છાંયડો. દસ વર્ષ સુધી મારે ચહેરા પર કપડું બાંધી રાખવું પડતું હતું. દિલ્હીના મહારાણી બાગમાં રહેતી પાયલ (નામ બદલ્યું છે) આજે પણ એ દિવસોને યાદ કરીને ઉદાસ થઈ જાય છે. જ્યારે સ્કૂલમાં હતી ત્યારે વધારે વાળ નહોતા પણ કોલેજમાં આવતા-આવતા ચહેરાના અડધાં અડધ ભાગ પર અચાનક વાળ ઊગવા લાગ્યા. પહેલાં નાના વાળ ઊગ્યા, ત્યારે મેં બહું ધ્યાન ન આપ્યું પણ અચાનક તે કાળા અને લાંબા થવા લાગ્યા. હરનામ માને છે કે આ સફર ઘણી મુશ્કેલીઓથી ભરપૂર છે પણ હવે તેઓ આનાથી પરેશાન થતા નથી. હરનામ તરીકે મને મારી દાઢી પ્રત્યે પ્રેમ છે. મેં પોતાની દાઢીને એ ઓળખ આપી છે. તે કોઈ પુરુષની નહીં પણ એક મહિલાની દાઢી છે. વેક્સ કરાવતી હતી પણ પાંચ દિવસમાં વાળ પાછા ઊગી જતા હતા. પછી મેં શેવ કરવાનું શરૂ કરી દીધું.
દિલ્હીમાં રહેતાં ડર્મેટોલોજિસ્ટ ડો. સુરુચિ પુરી કહે છે કે આપણા સમાજમાં કોઈ છોકરીના મોઢા પર વાળ ઊગવાને શરમની બાબત ગણવામાં આવે છે. લોકોને ખબર જ નથી હોતી કે આ બાયોલોજીકલ સાઇકલમાં ગડબડ થઈ જવાથી થાય છે પણ હવે તેમણે પોતાનું આ સ્વરૂપ સ્વીકારી લીધું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેમણે પોતાના ચહેરા પરના વાળ કાઢ્યા નથી. તેઓ કહે છે, વેક્સિંગથી ત્વચા ફાટે છે, ખેંચાય છે. મારી ત્વચા પર ઘણ વખત ઘાવ પણ થયા. આ સ્થિતિમાં દાઢી વધારવામાં જ રાહત હતી.