પ્રિયંકાનો આ રેડ ડ્રેસ છે કે રેડ એલર્ટ? October 13, 2018

મુંબઇ તા.13
બોલીવુડમાં સ્ટાર્સ પોતાની મોંઘી વસ્તુઓ ઘણીવાર ચર્ચાઓમાં આવતા હોય છે. બોલીવૂડ અભિનેત્રીઓનું નામ વધારે આવતું હોય છે. એ તો બધાને જાણ હશે કે, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ઘણીવાર તેના મોંઘા ડ્રેશને લઈને ચર્ચાઓમાં છવાતી હોય છે. તાજેતરમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં એક એપીયરેંસ દરમિયાન લાલ રંગના ડ્રેશમાં નજરે પડી છે. જેમાં પ્રિયંકાનો ટોપ લાઈટ લાલ હતો, સ્કર્ટ ડાર્ક લાલ રંગનો હતો. આ ડ્રેસમાં પિગી ચોપ્સ ખૂબ અદભૂત લાગી રહી હતી. ઉનાળામાં, પિગી ચોપ્સની આ ફેશનને ફેશન પોલીસે પણ ગમાડ્યુ છે. શોર્ટ સ્ટાઈલ વાળી આ લાલ ડ્રેશમાં પિગી ચોપ્સની સ્ટાઈલ અને ફેશન સ્ટેટમેન્ટ પ્રિયંકાને હોટ લુક આપી રહ્યુ હતું. પરંતુ તમે આ ડ્રેસની કિંમત જાણો છો. જો તમે જાણશો તો તમે કહી ઉઠશો ઓહ માય ગોડ, પ્રિયંકાના આ ડ્રેશની કિંમત લગભગ 2,79,720 રૂપિયા છે. આટલી મોંઘી ડ્રેશની કિંમતમા તમે એક સારી બાઈક ખરીદી શકો છો. કારણ કે પ્રિયંકાની ફેશન અને તેનો અંદાજ બધાથી અલગ છે. સૂત્રો મૂજબ નવેમ્બરમાં પ્રિયંકા નિક સાથે લગ્ન કરી લેશે. હાલ માં જ તેણે લગ્નમા પહેરવાનાં લહેંગા માટે ડિઝાઈનર અબૂ જાની સંદીપ ખોસલા સાથે તેની મુલાકાત થઈ ગઈ છે.