બોલિવૂડ પર ગમે ત્યારે ખાબકશે બ્યુટી-બોમ્બ!

 ઋત્વિક રોશન સાથે એક એડ ફિલ્મમાં ચમકેલી સ્પેનની એન્જેલા ક્રિસલંકી
મુંબઇ: યુવતીની સુંદરતા જોઇને તમને ગર્લફ્રેન્ડ સાથે બેવફાઇ કરવાનું મન થશે. હાલ ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહેલી આ છોકરીની સુંદરતા કહી રહી છે. હાલ આ યુવતી ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે. પૂરી દુનિયામાં આ છોકરીના ફેન્સ તેની તસવીરોનો દિદાર કરવા માટે તેને વારંવાર સર્ચ કરી રહ્યા છે. જેવી રીતે આ છોકરી તસવીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે એ સાથે જ લાઇક અને કોમેન્ટનો જુવાળ આવી જાય છે. તેની સુંદરતાના વખાણ કરતા લોકો લાંબી લચક કોમેન્ટ કરે છે. પરંતુ તેની તસવીરો સિવાય અને નામ સિવાય તો ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી આ છોકરીની બીજી કોઇ માહિતી હાથ નથી લાગી.સોશિયલ મીડિયા પર તુફાન મચાવનારી આ છોકરીનું નામ છે એન્જેલા ક્રિસલંકી. થોડા સમય પહેલા જ બોલિવુડ સુપરસ્ટાર રિતિક રોશન સાથે તેનું નામ જોડવામાં આવતું હતું. ત્યારે રિતિક રોશન અને તેણે એકસાથે એડમાં કામ કર્યું હતું. જેના લીંક અપની ખબરોથી આ છોકરી હાઇલાઇટ થઇ ગઇ હતી.   અને આજ કારણે રિતિક રોશન માટે ક્ધટ્રોવર્સી ક્રિએટ થઇ હતી.
હવે જ્યારે વિવાદો સમી ચૂક્યા છે ત્યારે કહી દઇએ કે આ છોકરી મૂળ સ્પેનની છે. બિઝનેસ ફેમિલીથી આવતી એન્જેલા ધનાઢ્ય ફેમિલીમાંથી આવતી હોવાથી તેના ઢગલો ફેન્સ છે. એન્જેલાએ મનોવિજ્ઞાન પર પોતાની માસ્ટર ડિગ્રી કરેલી છે.
આ સિવાય એન્જેલાએ એક્ટિંગ પણ શીખેલી છે. તેથી હોલિવુડ અથવા તો બોલિવુડમાં એક્ટિંગ ડેબ્યુ પણ કરી શકે છે. તેને એક્ટિંગમાં શિક્ષણ આપનારા નીરજ કબી અને મુકેશ ચબરાએ આપી છે. જેથી બોલિવુડમાં તે ગમે ત્યારે ડેબ્યુ કરી બોલિવુડ સ્ટાર્સની છુટ્ટી કરી શકે છે.