ફોર્મ મેળવવા ધોની હજારે ટ્રોફીમાં રમશેOctober 13, 2018

રાંચી તા.13
વનડે ક્રિકેટમાં ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નબળું ફોર્મ આ વખતે ભારતીય ક્રિકેટ સર્કલમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. એશિયા કપમાં ધોનીની નાકામીએ આ ચર્ચા વધી રહી છે. હવે ખબર આવી રહી છે કે ધોની તેના નબળા ફોર્મને સાચવવા માટે પરત એજ ઝારખંડની ટીમમાં ફરશે જેની સાથે તેમણે કરિયરની શરૂઆત કરી હતી. ખૂબર છે કે ધોની હવે વનડે નેશનલ ચેમ્પિયનશિપ એટલે વિજય હજારે ટ્રોફીના નોક આઉટ રાઉન્ડમાં પોતાની ટીમ ઝારખંડ માટે રમશે. ધોની હાલ પણ તેમની ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે પરંતુ તેમને ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ભાગ લીધો ન હતો. પરંતુ હવે તે બાકી મુકાબલામાં ટીમનો ભાગ હશે.
હવે આ મુકાબલો બેંગલુરુમાં રમવામાં આવશે. જ્યારે બીજી તરફ એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરનાર રોહિત શર્મા પણ તેમની ટીમ મુંબઇ માટે આ ટ્રોફીમાં ભાગ લેવાના છે.
ધોની એ આ વર્ષે ભારત માટે 15 વન ડે અને સાત ટી-20માં ભાગ લીધો છે અટેલે કે તેને કુલ 22 દિવસ જ ક્રિકેટ રમી છે. આમ તો માનવામાં આવી રહ્યું છે કે ધોની 2019 વર્લ્ડ કપ સુધી ભારત માટે રમશે પરંતુ તેની ધીમી પડતી બેટિંગને ધ્યાનમાં લઇને હવે ઋષભ પંતને પણ તક આપવાની વાત ચાલી રહી છે.