આજે બે દાયકા બાદ હિન્દી- ચીની વચ્ચે ફૂટબોલ ફાઈટ

સુઝાઉ (ચીન) તા.13
અબજોની વસ્તી ધરાવતા ભારત અને ચીન વચ્ચે 21 વર્ષ બાદ ફૂટબોલની મૈત્રીભરી મેચ આજે અહીં રમાનાર છે કે જેમાં તાજેતરમાંના નબળા દેખાવ છતાં, આયોજક રાષ્ટ્રની ટીમ જીતવા બિલકુલ ફેવરિટ લાગે છે.
ભારતીય ટીમ ચીનમાં પહેલી વેળા આંતરરાષ્ટ્રીય મેચ રમનાર છે, જોકે બંને રાષ્ટ્રની સિનિયિર ટીમ એક બીજા સામે ભૂતકાળમાં 17 વેળા રમી ચૂકી છે.
ચીની ટીમ ભારતમાં સાત વાર રમી ચૂકી છે અને તે બધા મુકાબલા નહેરુ કપની સ્પર્ધામાં થયા હતા. ભારતે તે 17 મેચમાંથી એકેય જીતી નથી અને ચીન 12 વેળા વિજયી બન્યું છે. પાંચ મેચ ડ્રોમાં પરિણમી હતી.