ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મહેશ છાયા નોમિનેટ

  • ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મહેશ છાયા નોમિનેટ

રાજકોટ તા.12
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના મંડલ મંત્રી નિખિલભાઇ જોશીની યાદી જણાવે છે કે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશનની સિંગાપુર ખાતે તા.14 થી ર0 દરમિયાન યોજાનાર 44મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના ઝોનલ વાઇસ પ્રેસીડેન્ટ તથા ઓલ ઇન્ડીયા રેલ્વેમેકસ ફેડરેશનના પ્રતિનિધિ તરીકે મહેશભાઇ છાયાને નોમીનેટ કરવામાં આવેલ છે. મહેન્દ્રભાઇ છાયા રાજકોટ ડીવીઝનના પ્રથમ વ્યકિત છે કે જે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન જેમાં વિશ્ર્વના 149 થી પણ વધારે દેશના ટ્રાન્સપોર્ટ જગતના લીડરો રેલ્વે, રોડ ટ્રાન્સપોર્ટ, દરીયાઇ ટ્રાન્સપોર્ટ તથા હવાઇ ટ્રાન્સપોર્ટ યુનિયનના પ્રતિનિધિઓ સામેલ થશે.
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન દેશનું સૌથી જુનુ અને કર્મચારીઓ પ્રત્યે વફાદાર યુનિયન છે તથા ઓલ ઇન્ડીયા રેલ્વેમેન્સ ફેડરેશન જે દેશનું સૌથી મોટું ફેડરેશન છે અને તેમના સભ્યોની સંખ્યા 10 લાખથી વધારે છે.
મહેશભાઇ છાયા 1980 થી વેસ્ટર્ન રેલ્વેમાં એકાઉન્ટ ઓફીસમાં રાજકોટ ખાતે કાર્યરત છે તેઓ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના 38 વર્ષથી ડીવીઝનલ ચેરમેન તરીકે 15 વર્ષથી અને ઝોનલ વાઇસ પ્રેસીડેન્ટ તરીકે 8 વર્ષથી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમણે 38 વખત રકતદાન પણ કરેલ છે. તેઓ રેલ્વે તથા રેલ્વે કર્મચારી તેમજ તેમના પરીવારમાં પણ ખુબ જ લોકપ્રિય છે. તેઓ રકતદાન શિબિર, કુટુંબ કલ્યાણ શિબિર, નશબંધી શિબિર, એઇડસ જાગૃતિ અભિયાન તથા દહેજ વિરોધી પ્રવૃતિમાં પણ જોડાયેલ છે.
મહેશભાઇ છાયા સિંગાપુર જતા હોઇ આજરોજ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન રાજકોટ ઓફીસ ખાતે તેઓને શુભેચ્છા આપવા બહોળી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓ તથા યુનિયનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને ખુબ ખુબ શુભેચ્છા આપી તેમની ભેદભાવ વગરની કામગીરીને બીરદાવી હતી.
વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન - રાજકોટના નિખિલભાઇ જોશી, નરેશ ખટવાણી, ભાવેશ મહેતા, સતીષ ઓઝા, હિમાંશુ વચ્છરાજાની, ઘનશ્યામસિંહ, અભિજીત શાહ, જીતેન્દ્ર સતાપરા, સુધાકરભાઇ, હિરેનભાઇ જોશી, ભરત અજમેરા, રાજેશ મહેતા, મહેશભાઇ, મયુરભાઇ, હિતેષભાઇ, કિરણ ઓઝા, મોહનભાઇ તેમજ મહિલા પાંખના પુષ્પાબેન દવે, ઉષાબેન પરમાર, ભુમિતા વ્યાસ, રૂપલબેન ધોળકીયા, પદ્મજા સીસ્ટર તેમજ યુનિયનના સર્વે કાર્યકરો અને રાજકોટ ડીવીઝનમાં કાર્યકરો, રેલ કર્મચારીઓએ ખુશીથી વધાવી લીધેલ છે.