વોર્ડ નં.8માં પેવીંગ બ્લોકના કામનો પ્રારંભOctober 12, 2018


રાજકોટ તા,12
રાજકોટના વોર્ડ નં.8માં આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ વોર્ડના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, મહેશ રાઠોડ, જાૃગીતાબેન ઘાડીયા, વીજયાબેન વાછાણી, અશ્ર્વીન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઈ ડાંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્યની ભાજપ સરકાર પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્તંભો ઉપર જેટ ગતિએ આગળ ધપી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૂત્ર ‘જયા માનવી ત્યાં સુવિધા’ ને ખરા અર્થમાં સાકાર કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને વેગ અપાઈ રહ્યો છે. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ માધવજીભાઈ પાંભર, ભાવેશભાઈ શર્મીલાબેન નિતીન ભુત, રઘુભાઈ ધોળકીયા, મહેશ રાઠોડ, જાગૃતીબેન ઘાડીયા, વીજયાબેન વાછાણી, અશ્ર્વની પાંભર, કાથડભાઈ ડાંગર, અલ્કાબેન કામદાર, અનીલ ગોગીયા, તેજશ જોષછી, જયેન્દ્રસિંહ સરવૈયા, હસમુખસિહ ગોહીલ, નિલેશભાઈ ભટ્ટ, હીતેશભાઈ દવે, ભરતભાઈ રામોલીયા, જસ્મીન મકવાણા, અમીત રાજયગુરૂ, ધર્મેન્દ્ર રાઠોડ, મજબુતસિંહ જાડેજા, રઘુભાઈ સોલંકી, દીલસુખ રાઠોડ, અશ્ર્વીન રાખશીયા, નીનાબેન વજીર, શોભનાબેન સોલંકી, હર્ષદાબેન પટેલ, રીટાબેન પટેલ, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

Related News