જૈન વિઝન આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીનો જામતો રંગ


અશ્ર્વિની મહેતા, અતા ખાન અને બશીર પાલેજાના સુરે ઝુમતા ખેલૈયા: લક્કી ડ્રો અને ઇનામોની વણઝાર
રાજકોટ તા.12
જૈન વિઝન આયોજીત નવરાત્રીને આ વખતે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગરબાનું ગ્રાઉન્ડ નાનું પડે અને એટલા ખેલૈયા રોજ રાસે રમે છે. મહિલા સશકિતકરણમાં માનતા આયોજકોએ આ વખતની નવરાત્રી બહેનોને અર્પણ કરી છે. રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસેના ગ્રાઉન્ડમાં આયોજકો દ્વારા માતાજીનું અદ્દભૂત મંદિર બનાવવામાં આવ્યું છે અને તેમાં ભકતોને આશીર્વાદ વરસાવતી મા જગદંબાની અલૌકિક મૂર્તિ રાખવામાં આવી છે. 6 ફુટની ઉંચાઇ ધરાવતી આ મૂર્તિને સોળે શણગાર કરવામાં આવ્યા છે. આ મંદિરમાં દીપ પ્રજ્જવલીત રહે છે અને દર્શને આવનારા ઘંટ વગાડીને માતાજીની સ્તુતી પણ કરી શકે છે. જૈન વિઝનની ટીમે આ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપવા રાજકોટની જાહેર જનતાને આમંત્રણ પણ આપ્યું છે.
ભારતમાં સૌપ્રથમ વખત જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ તદન વિનામુલ્યે આપવામાં આવ્યા છે. શહેરના રૈયારોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસેના વિશાળ મેદાનમાં જમાવટ થઇ રહી છે. જૈન વિઝન આયોજીત ગરબામાં ધમાલ મચાવવા માટે ગરબા કીંગ આતા ખાન, બોલીવુડ સીંગર અશ્ર્વિની મહેતા અને વિભૂતી જોશી, ફોક સીંગર બસીર પાલેજા ઉપરાંત તેમની ટીમમાં મ્યુઝીક ડાયરેકટર મનીષ જોશી, રીધમ કીંગ મહેશ ધાકેચા, ગીટાર હિતેષ મહેતા વગેરે આવી રહ્યા છે. આ બધાનું સંકલન જીલ એન્ટરટેઇન્મેન્ટના તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.
નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં 8 વાગ્યે પ્રથમ પ1 ખેલૈયા વચ્ચે લક્કી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઇનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઇનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારીવારીક માહોલ, દરરોજ અલગ-અલગ થીમ બેઇઝ કોમ્પીટીશનમાં ભવ્ય ઇનામો, દુરથી રાસ રમતા સ્વજનોને નજીકથી નિહાળવા વિશાળ એલઇડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડીયમ ટાઇપ બેઠક વ્યવસ્થા, રાજકોટમાં આઠ સ્થળોએ ફ્રી રાસ માટે કોચીંગ કેમ્પની વ્યવસ્થા, ભારતભરમાં જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઇનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામુલ્યે રાસોત્સવમાં નિમંત્રણ અપાયું છે. વીવીઆઇપી સ્પોન્સર માટે ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સાથે સુંદર મંડપ ડેકોરેશન, નયનરમ્ય લાઇટ ડેકોરેશન, હાઇફાઇ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેકઠ વ્યવસ્થા, જૈન ફુડ સાથે કેટરીંગની કેન્ટીન વ્યવસ્થા પણ છે.
આયોજન સમિતિના સંયોજક તરીકે મિલન કોઠારી તથા ચેરમેન તરીકે સોનમ કલોકના જયેશભાઇ શાહ તથા વાઇસ ચેરમેન તરીકે આરકેડીયા શેર્સના સુનીલભાઇ શાહની આ ઉપરાંત પ્રોજેકટ ચેરમેન તરીકે ભરતભાઇ દોશી પ્રોજેકટ ડાયરેકટર તરીકે ધીરેનભાઇ ભરવાડા સહિતના આગેવાનો સંભાળી રહ્યા છે.