નાલંદા તીર્થધામમાં સમૂહ શુધ્ધ પૌષધવ્રતનું ભવ્ય આયોજનOctober 12, 2018

પૂજ્ય ઇન્દુબાઈ મ.ની 87મી જન્મજયંતિ પ્રસંગે

તા.23ને
મંગળવારે
સવારે 6:30
કલાકે
પોષધવ્રતના
આરાધકોએ
પહોંચવું
રાજકોટ તા,12
ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજીની 87મી જન્મજયંતિ પ્રસંગે તા.23/10/18 મંગળવાર શરદપૂનમના રોજ સવારે બૃહદ રાજકોટના સમૂહ પૌષધવ્રતનું ભવ્યાતિભવ્ય આયોજન છે. જેમણે પૌષધવ્રતમાં જોડાવું હોય તેમણે પોતાના નામ 21/10/18 રવિવાર સુધીમાં નાલંદા તીર્થધામમાં લખાવી દેવા તેમ જ પોતાનો પાસ મેળવી લેવો. પાસ વગર એન્ટ્રી જ નથી. પૌષધ આરાધકે મંગળવારે સવારે 6:30 કલાકે ભાઈઓ તથા બહેનોએ પોતાની પથારી લઈ નાલંદા તીર્થધામમાં પહોંચી જવાનું છે. આયંબિલ ઓળીનો છેલ્લો દિવસ હોવાથી આયંબિલની વ્યવસ્થા પણ છે જ. પૂ.મહાસતીજીની 87મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે નાલંદા સંઘ તથા તેમના ગુરુણી ભકતો થનગની રહ્યા છે. કારણ કે આવા ભગવાન તુલ્ય આત્મા સદા જીવંત છે. સ્વાધ્યાય તેમનો શ્ર્વાસ હતો, માળા એમનું મન હતું. જાપ એમનું જીવન હતું. ખુમારી એમનો ખોરાક હતો. એક ક્ષણનો પણ પ્રમાદ કર્યા વિના સતત આત્મસાધનામાં લીન રહેતા હતા. એમને ગમતું શુધ્ધ પૌષધવ્રત કરવા માટે બધા ભાઈઓ - બહેનો તૈયાર રહો... પધારો... પધારો.. પૌષધ કરવા
આવા કળિયુગમાં સાચા સંતના દર્શન પણ દુર્લભ છે ત્યારે ઈન્દુબાઈ મ. તીર્થધામમાં મહાન વિભૂતિ, વિશ્ર્વ વિભૂતિ, સાચા એવા પૂ.મહાસતીજીની સાધના કુટિરમાં દર્શન કરી માંગલિક સાંભળી ‘ઈન્દુબાઈ સ્વામી શરણં મમ’ના જાપ કરી ધન્ય બનો.
પૌષધવ્રત આરાધકના પારણા દાનરત્ના શારદાબેન મોદી તરફથી છે. પારણા બુધવારે સવારે 8:00 વાગ્યે છે. તથા બહુમાન પૂ.મહાસતીજીના પરમ ગુરુણી ભકતો તરફથી કરવામાં આવશે.
પૌષધવાળાના ખાસ પાસ આપવામાં આવશે. આ દિવસ સાધર્મિક સેવા પર્વ દાન - શિયળ - તપ - ભાવ સહિત ઉજવાશે. મહાન વિભૂતિ એવા પૂ.ઈન્દુબાઈ મહાસતીજી જેના પરમ ઉપકારમાંથી પત્કિચીત ઋણ મુકત થવાનો સુઅવસર ગુજરાતના ધર્મપ્રેમીઓ તથા શ્રી સંઘને પ્રાપ્ત થયો છે.
પૂ.મહાસતીજીના નામ અને સ્મરણમાત્રથી અનેક કષ્ટોભર્યા કામ પાર પડે છે. સર્વનું ભલું કરવાવાળા હતા. પૂ.મહાસતીજી ભકતોના ભગવાનતુલ્ય, શ્રાવકોના મહિલા મંડળોના મહિમાવંંતા તેમ જ રાજકોટના રક્ષણહાર હતા. મહાસતીજી આજના સમયે પણ નાલંદા તીર્થધામમાં પગ મુકતાની સાથે તેને દિવ્ય અનુભૂતિનો અહેસાસ થાય છે. આ પ્રસંગે આગેવાનો, દાતાઓ, શ્રેષ્ઠીવર્યો, સંઘપતિઓ, મહિલા મંડળ સેવામંડળ, ખાસ હાજરી આપશે. પૂ.મહાસતીજીને ભગવાન તુલ્ય માનનાર ગુરુણી માનનાર તમામ ગુરુણીભકતો હાજર રહી જાપ કરશે.
પોષધવ્રતમાં જે નીચે બેસી શકે. સૂઈ શકે તેવા જ સાધકોએ લાભ લેવો.

 
 
 

Related News