રામદૂત યુવક મંડળ દ્વારા 21મીએ બાય-બાય નવરાત્રિOctober 12, 2018

સાધુ સમાજના ખેલૈયાઓ માટે અનેરું આયોજન
રાજકોટ તા,12
સૌ પ્રથમ વખત સાધુ સમાજ માટે એક દિવસીય બાય-બાય નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરેલું છે. તેમાં સંતો-મહંતોના આશીર્વાદ તથા સૌ અધ્યક્ષ તથા પ્રમુખઓ તથા જ્ઞાતિના આગેવાનઓનો ખુબજ સાથ સહકાર મળેલ છે. આયોજનને સફળ બનાવવા ડો. લાલદાસ જી. કાપડી, હરેશભાઇ ગોંડલીયા તથા રાજેશભાઇ દેસાણી, રાજેશભાઇ કાપડી, મુકેશભાઇ દુધરેજીયા, ભાવેશભાઇ દાણીધારીયા, ભાવેશભાઇ દેસાણી, કલ્પેશભાઇ કાપડી, મેહુલભાઇ કાપડી, કેતનભાઇ દુધરેજીયા, રાજેશભાઇ ગોંડલીયા, શૈલેષભાઈ દુધરેજીયા, સોહમ દેસાણી, રમેશભાઇ દુધરેજીયા, પ્રશાંત દુધરેજીયા, લાલદાસભાઇ કાપડી તથા સંજયભાઇ કાપડી, વિજયભાઇ કાપડી, કલ્પેશભાઇ દુધરેજીયા, રૂત્વીકભાઇ દુધરેજીયા, ચેતનભાઇ દેવમુરારી, મનોજભાઇ દાણીધારીયા, સાગરભાઇ ગોંડલીયા, આશીષભાઇ દેસાણી, અમરદાસ દુધરેજીયા જહેમત ઉઠાવી રહ્યા છે. પાસ માટે હરેશભાઇ ગોંડલીયા 99245 84561 અને રાજેશભાઇ દેસાણી- 97277 04441 નો સંપર્ક સાધવાનો રહેશે. નવરાત્રિ તા.21/10 રવિવારે સાંજે 6 થી 11 કલાકે ગ્રીનલેન્ડ પાર્ટીપ્લોટ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે યોજાશે. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલ આયોજકોએ જણાવ્યું છે.