મહાજનશ્રીની પાંજરાપોળ નવનિર્મિત શેડનું ઉદ્ઘાટન

રાજકોટ તા,12
રાજકોટમાં બિરાજમાન રાષ્ટ્રસંત શ્રી નમ્રમૂનિ મહાજનની નિશ્રામાં આગામી તા.14-10, રવિવાર સવારે 9.30 વાગ્યે આ બંને દાતાઓ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે નિર્માણ પામેલ બિમાર પશુઓ માટે બે અદ્યતન શેડનું ઉદઘાટન સમારંભ રાખવામાં આવ્યો છે.
રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં બિમાર પશુઓ માટે ખાસ બે અદ્યતન શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શેડમાં બિમાર પશુઓની સારવાર અને પશુ સાતાપૂર્વક રહી શકે તે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખી સવલતો ઉભી કરવામાં આવી છે.
તા.14 અને રવિવારે રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિની પાવન નિશ્રામાં પાંજરાપોળ ખાતે નિર્મિત અદ્યતન શેડનું ઉદઘાટન કરવામાં આવશે.
સદી જુની રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં 5000 કરતા વધુ પશુ-પક્ષીનો નિભાવ થાય છે. બિમાર અને અશકત પશુઓ માટે મોટી સંખ્યામાં છે. બિમાર પશુની તમામ પ્રકારની સારવાર માટે પાંજરાપોળ દ્વારા જ પશુ ચિકિત્સાલય ચલાવાય છે. જેમાં ફુલટાઈમ પશુ ડોકટર અને અનુભવી સ્ટાફ સેવા આપે છે. બિમાર પશુઓ માટે વર્ષો જુના છ શેડ છે જમાંથી બે શેડનું દાતાઓના સહયોગથી નવનિર્માણ કરવામાં આવ્યું છે.
રાજકોટમાં જીવદયાપ્રેમી કીશોરભાઇ કોરડીયા અને મુંબઈના પ્રાણલાલ સુંદરજી શાહ અને હીરાલક્ષ્મીબેન પ્રાણલાલ શાહ પરિવારના સહયોગથી આ બંને શેડનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
પાંજરાપોળ ખાતે તા.14-10, રવિવારે સવારે 9.30 કલાકે યોજાનારા આ ઉદઘાટન સમારોહમાં સંતો-સાધ્વીજી-ભગવંતો અને સમાજના દરેક વર્ગના આગેવાનો, ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ સર્વશ્રી સુમનભાઈ કામદાર, શ્રેયસભાઈ વિરાણી, કરણભાઈ શાહ, મુકેશભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, દિલીપભાઈ વસા, મેનેજર અરૂણભાઈ દોશી સહિતના આગેવાનોએ સમસ્ત સમાજને જીવદયાના આ યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે