120 વર્ષ જૂની ગરૂડની ગરબીનું આકર્ષણ યથાવત...

બુધવારથી શરૂ થયેલી નવરાત્રીમાં ધીમે ધીમે શેરી - મહોલ્લામાં યોજાતી ગરબીમાં રંગ જામતો જાય છે. શહેરની વિવિધ પ્રખ્યાત ગરબીમાં સૌથી જૂની ગરબીમાં સ્થાન ધરાવતી ગરૂડની ગરબીનું આકર્ષણ આજે પણ અકબંધ છે. રામનાથપરા ચોકમાં છેલ્લા 120 વર્ષથી યોજાતી આ ગરબીમાં બાળાઓ ટીપ્પણી રાસ, અઠંગો, બેડારાસ, મણિયારો જેવા અવનવા રાસો રજુ કરી માતાજીની આરાધના કરે છે. ગરબી દરમિયાન મા અંબાના ગઢવાળી બાળકોને ગરૂડ પર સવરી કરી અલૌકિક સફર કરાવે છે. ખાસ તો બાળકોમાં આ ગરબીનું ભારે આકર્ષણ છે. દરરોજ નાની - નાની બાળાઓને ભાવિકો દ્વારા અવનવી લાણીનું વિતરણ થાઈ છે અને ભક્તિભાવ સાથે નવરાત્રીની ઉજવણી થાય છે. (તસવીર : પ્રવિણ સેદાણી)