ગુજરાતની મહિલા પીડિતાને ન્યાય મળે માટે લડત કરીશુ: ગાયત્રીબા

શહેર કોંગ્રેસે ફટાકડા ફોડી અભિનંદન પાઠવ્યા
રાજકોટ, તા. 12
પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજકોટ મહિલા અગ્રણી અને કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની નિમણુંક કરવામાં આવી છે.
પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે નિયુકિત બાદ ગાયત્રીબાએ જણાવ્યુ હતું કે ભાજપના રાજમાં નાની બાળાઓ ઉપર બળાત્કાર થાય છે મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે.
ભાજપની સરકાર માત્ર નાટક કરી પ્રસિદ્ધ પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કરે છે ભારે પ્રદેશ નેતાગીરીએ મારા ઉપર વિશેષ જવાબદારી આવી હોવાથી આગામી દિવસોમાં ગુજરાત ભરનું ભ્રમણ કરી ગુજરાતની પિડીત મહિલાને ન્યાય મળે તેના માટે સરકાર સામે લડત કરવું મહિલા માટે અવાજ ઉઠાવીશ વોર્ડ નં.3 ના નગર સેવક ગાયત્રીબા વાઘેલાએ વોર્ડ વાઈઝ પોલખોલ કાર્યક્રમ કરી ભાજપને પડકાર ફેંકયો હતો, દરેક સમયે, પાર્ટી લાઈનમાં કામ કરનાર ક્ષતીય સમાજના અગ્રણી તરીકે પ્રતિનિધિને ધ્યાને રાખી પસંદગી કરી છે. શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત જશવંતસિંહ ભટ્ટી સહીતના કાર્યકરોએ ફટાકડા
ફોડી ગાયત્રીબાને અભિનંદન
પાઠવ્યા હતાં.