શિલ્પન આઈકોન, પામ યુનિવર્સ, નંદ હાઈટ્સ સહિતના સ્થળે મચ્છરોના ડેરાતંબુ

મનપાની ટીમોએ જાહેર એકમમાં તપાસ હાથ ધરી: બાંધકામના સ્થળો, સ્કૂલો, બોર્ડિંગને દંડ ફટકારાયો
રાજકોટ તા.12
રોગચાળાના સામે મનપા દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત આજરોજ ટીમોએ બાંધકામના સ્થળો અને જાહેર એકમોમાં તપાસ હાથ ધરતા સિલ્પન આઈકોન, પામ યુનિવર્સ, નંદ હાઈટ્સ, લોર્ડ સ્કૂલ સહિત અનેક સ્થળેથી મચ્છર ઉત્પતિ સામે આવતા મનપાએ દંડ ફટકાર્યો છે. હાલ મહાનગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ કેસમાં વધારો જોવા મળતા જયા વિશાળ માનવ સમૂહ વધુ સંખ્યા એકત્રિત હોય તેવા પ્રિમાઈસીસમાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા મચ્છર ઉત્પતિ સબબ ખાસ ચેકીંગ અભિયાન હાથ ધરે છે. આ ચેકીંગ અભિયાન દરમિયાન રૂા.42,900 વહિવટી
ચાર્જ વસુલાત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
સિલ્પન આઈકોન બાંધકામ સાઈટ - યુનિ. રોડમાંથી સેલરમાં જમા પાણીમાં, સીન્ટેક્ષની ટાંકી પાસે જમા પાણીમાંથી મચ્છર પોરા જેવા મળતા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. પામ યુનિવર્સ બાંધકામ સાઈટ - યુનિ. રોડ સેલરમાં જમા પાણીમાં, સિન્ટેક્ષ ટેન્કની નીચે જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. નંદ હાઈર્ટસ બાંધકામ સાઈટ - યુનિ. રોડ સંપના ખાડામાં, લીફટના ખાડામાં બોર વેલ પાસે જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
એપલ અલ્ટુરા - બાલાજી હોલ પાસે ગ્રાઉન્ડ ફલોર પર જમા પાણીમાં ચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. લોડર્સ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ - ગુરુજીનગર વાડી આવાસ, સાધુવાસવાણી રોડમાં સેલરમાં પાણી નીકાલની ચેનલ તથા
ડિઝની ટ્રેમાં મચ્છરના પોરા જોવા મળતા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
વી.પી.પી. સ્કૂલ - મવડી, ગુરુકુળ રોડ પક્ષીકુંજ અને સેલરમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. પુજારા પ્લોટ મે. રોડમાં બાંધકામ સાઈટમાં છજ્જામાં, બેરલ તથા માટલામાં પોઝીટીવ જોવા મળેલ છે.
સમર્પણ સ્કૂલ - પીપળિયા હોલ મે. રોડ સિમેન્ટના ટાકાંમાં મચ્છરના પોરા જોવા મળતા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. એન્જોય હોટલ, ભાટિયા બોર્ડિંગ, મમતા ભોજન હાટ, બાબા પરોઠા હાઉસ, જય દ્વારકાધિશ પરોઠા હાઉસ, ગુડલક હોટેલ અને રેસ્ટોરેન્ટ - જંકશન રોડમાં મચ્છરના પોરા જોવા મળતા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. મનહર પ્લોટ - 5 નવા બાંધકામ સાઈડ પર જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળતા વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. દ્વારકેશ એપાર્ટમેન્ટ - કોટેચા ચોકમાં સેલરમાં મચ્છરના પોરા જોવા મળતા વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.