આરોગ્ય મુદ્દે વિપક્ષ બોર્ડ ગજાવશેOctober 12, 2018

રાજકોટ તા.12
રાજકોટ મહાનગરપાલીકાનું જનરલ બોર્ડનું આગામી તા.ર0 ના રોજ મળનાર છે. કમિશ્નર વિભાગમાંથી સ્ટેન્ડીંગમાં મંજુર થયેલ ચાર દરખાસ્ત રજુ કરવામાં આવી છે. તેવી જ રીતે પ્રશ્નોતરી માટે ભાજપના 11 અને કોંગ્રેસના ર0 સહિત 31 નગરસેવકો દ્વારા 73 પ્રશ્નો પુછવામાં આવનાર છે. પ્રથમ પ્રશ્ન ભાજપના કોર્પોરેટર બાબુભાઇ આહિરનો હોવાથી કોંગી નગરસેવકો દ્વારા આરોગ્ય મુદ્દે શાસક પક્ષને ભીડવવાનો પ્રયાસ થશે તેવું લાગી રહ્યું છે.
મહાનગરપાલીકાના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી દરમ્યાન મુકવામાં આવતા પ્રશ્નો આજરોજ મુકાયેલ જેમાં ભાજપના 11 નગરસેવકો દ્વારા ર1 પ્રશ્નો અને કોંગ્રેસના ર0 નગરસેવકો દ્વારા 52 પ્રશ્નો સહિત કુલ 73 પ્રશ્નો મુકવામાં આવ્યા છે. પ્રશ્નોતરીમાં પ્રથમ પાંચ પ્રશ્નો ભાજપના નગરસેવકો દ્વારા પુછવામાં આવશે. જેમાં બાબુભાઇ આહિર, રૂપાબેન શીલુ, જાગૃતિબેન ધાડીયા, શીલ્પાબેન જાવીયા, અંજનાબેન મોરજરીયા સહિતના ભાજપના નગરસેવકો પ્રશ્નોતરી દરમ્યાન પ્રશ્નો પુછશે.
કોંગી નગરસેવક મનસુખભાઇ કાલરીયા દ્વારા છઠ્ઠો પ્રશ્ન પુછવામાં આવશે પરંતુ દર વખતની માફક આ વખતે પણ એક જ પ્રશ્નમાં બોર્ડનો સમય પૂર્ણ થઇ જવાની શકયતા હોવાથી તેમજ બાકીના પ્રશ્નો પણ ભાજપના કોર્પોરેટરોના હોવાના કારણે કોંગ્રી કોર્પોરેટરો પ્રશ્નો પુછી શકશે નહીં તેવી શકયતા જણાતા કોંગી કોર્પોરેટરો દ્વારા ડેન્ગ્યુ અને સ્વાઇન ફલુના મુદ્દે કોર્પો.ની કામગીરી બાબતે કાગારોળ કરી શાસક પક્ષને દબાવવાની કોશિષ કરવામાં આવશે. આમ આગામી જનરલ બોર્ડ આરોગ્ય પ્રશ્ને ગાજી ઉઠશે તેવું લાગી રહ્યું છે.

 
 
 

Related News