પરપ્રાંતીયો માટે અલંગમાં 10,000 આવાસો બનાવાશે

 અલંગને વિશ્ર્વનું પ્રથમ ઈકો-ફ્રેન્ડલી બંદર તરીકે વિકસાવાશે: કેન્દ્રીય મંત્રી માંડવિયા
અમદાવાદ તા.12
છેલ્લા કેટલાક દિવસથી પરપ્રાંતિયો પર હુમલાના બનાવો બની રહ્યા છે ત્યારે પરપ્રાંતીયોને રાહત મળે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રીએ કરી છે. જે મુજબ અલંગ શીપ યાર્ડમાં પરપ્રાંતિયો માટે 10 હજાર જેટલા આવાસો બનાવવામાં આવશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ અલંગમાં કામ કરતા પર પ્રાંતીયો માટે 10 હજાર જેટલા આવાસો બનાવવાની જાહેરાત કરી હતી. વધુમાં કેન્દ્રીય મંત્રીએ અલંગ શીપ યાર્ડને વિશ્ર્વ કક્ષાનું ઈકો ફ્રેન્ડલી શીપ યાર્ડ બનાવવાની જાહેરાત કરી હતી. અલંગના વિકાસ માટે કેન્દ્રે 215 કરોડ રૂપિયા આપ્યા હોવાનું પણ શ્રી માંડવિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત દ્વારકાની દીવાદાંડીને વિકસાવવાની પણ જાહેરાત કરી હતી.