મોબાઇલ-સ્માર્ટ વોચ ખરીદી લેજો! મોંઘા થઇ શકે છે

 અન્ય 17 વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં
20 ટકા વધારો થયો
નવી દિલ્હી તા.12
સરકારે ગુરૂવારે 17 વસ્તુઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 10થી 20% સુધી વધારી દીધી છે. જેમાં સ્માર્ટ વોચ અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલાં ગેજેટ્સ સામેલ છે. આયાત શુલ્કના નવા રેટ શુક્રવારથી લાગુ કરવામાં આવ્યાં છે. પ્રિન્ટર સર્કિટ બોર્ડ એસેમ્બલી જેવાં સંચાર ઉપકરણો પર ડ્યૂટી 10% વધારવામાં આવી છે. સરકારે સ્થાનિક નિર્માતાઓને માટે સંચાર ઉપકરણોમાં ઈમ્પોર્ટેડ ઈલેકટ્રોનિક્સ ગુડ્સના ઉપયોગ પર પણ રોક લગાવી દીધી છે.
સરકારે 16 દિવસમાં બીજી વખત ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી છે. આ પહેલાં 26 સપ્ટેમ્બરે ફ્રિઝ અને વોશિંગ મશીન સહિત 19 વસ્તુઓ પર ડ્યૂટી વધારી હતી. ચાલુ ખાતાના નુકસાનને ઘટાડવા અને રૂપિયાની નરમાશને થામવાના પ્રયાસમાં સરકારે આ પગલું ઉઠાવ્યું છે. એપ્રિલ-જૂનમાં ચાલુ ખાતાનું નુકસાન જીડીપીના 2.4% સુધી થયા. ડોલરની તુલનાએ રૂપિયામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે 74ની ઉપર પહોંચી ગયો છે.