ભારત 4 નવે. પછી ઈરાન પાસેથી ક્રૂડ ખરીદી બતાવે

  • ભારત 4 નવે. પછી ઈરાન પાસેથી ક્રૂડ ખરીદી બતાવે

વોશિંગ્ટન તા,12
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ મે મહિનામાં ઈરાન સાથે થયેલી પરમાણું સંધી ફગાવી દીધી હતી અને ઈરાન પર વધુ આકરા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. ઈરાન પરના આ નવા પ્રતિબંધો આગામી 4 નવેમ્બરથી લાગુ થઈ રહ્યાં છે. પ્રતિબંધ બાદ અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત યથાવત રાખનારા દેશોને 4 નવેમ્બર સુધીમાં પોતાની આયાત ઘટાડી શૂન્ય કરવા કહ્યું છે. સાથે જ આમ ના કરનારા દેશો વિરૂદ્ધ કાર્યવાહીની ચેતવણી આપી છે.
આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા પાસેથી પાંચ અબજ ડોલરના સોદામાં એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર ભારત વિરૂદ્ધ અમેરિકી કાયદા અંતર્ગત શિક્ષાત્મક કાર્યવાહી થશે કે કેમ તે બાબતે આગામી સમયમાં જ ખબર પડી જશે. પાંચ બિલિયન ડોલરની આ મેગા ડિફેંસ ડીલ પર અમેરિકા સીએએટીએસએ નિયમ અંતર્ગત પ્રતિબંધ લગાવી શકે છે. ગત મહિને અમેરિકાએ ચીન પર આ પ્રકારના જ પ્રતિબંધો લાદ્યા હતાં. ચીને રશિયા પાસેથી એસ-35 ફાઈટર જેટ્સ અને જ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર આ પ્રતિબંધો લાદ્યા હતાં. પ્રતિબંધ બાદ અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત યથાવત રાખનારા દેશોને 4 નવેમ્બર સુધીમાં પોતાની આયાત ઘટાડી શૂન્ય કરવા કહ્યું છે.
અમેરિકાએ પોતાના વિરોધીઓ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવા માટે ‘કાઉંટરિંગ અમેરિકાઝ એડવાર્સરીઝ થ્રુ સેંક્શન એક્ટ’ (કાટ્સા) કાયદો બનાવ્યો હતો. જેને અંતર્ગત રશિયા પાસેથી હથિયારો ખરીદવાના સોદા પર અમેરિકી પ્રતિબંધોથી ભારતને છૂટ આપવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. સીએએટીએસએ અમેરિકાનો સંઘીય કાયદો છે. જેને અંતર્ગત ઈરાન, નોર્થ કોરિયા અને રશિયા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે થયેલા આ સોદા વિષે ટ્રમ્પે ગઈ કાલે જ કહ્યું હતું કે, ભારતને ટૂંક સમયમાં જ ખબર પડી જશે.
તેમણે કહ્યું હતું કે, ભારતને નજીકના ભવિષ્યમાં જ ખબર પડી જશે. પગલા ભરવાના સમય બાબતે પુછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, તમો જોતા રહો, તમે વિચારો છો તેના પહેલા જ.