ડિસ્કો ડાંડીયા વચ્ચે પરંપરાને જીવંત રાખતી જય અંબે ગરબી મંડળનો 79મા વર્ષમાં પ્રવેશ

  • ડિસ્કો ડાંડીયા વચ્ચે પરંપરાને જીવંત રાખતી જય અંબે ગરબી મંડળનો 79મા વર્ષમાં પ્રવેશ

રાજકોટ, તા.12
આજકાલ ઓર્ગેનાઇઝડ શો જેવા ગરબાઓની સારી એવી ધૂમ મચી છે. આવા ઓર્ગેનાઇઝ્ડ ગરબાઓમાં પણ ગરબી ગુજરાતણોનાં ઉમંગનો પડઘો કાંઇ છાનો-છપનો રહેતો નથી. ડિસ્કો ડાંડિયા વચ્ચે ઉત્સવનો મૂળ હેતુ સાવ મરી પરવાર્યો નથી.
આવી જ એક પરંપરાગત ગરબી એટલે પોણી સદી વટાવી ચાલુ વષે 79માં વર્ષમાં રમી રહેલી અને એક સમયે સતત પચાસ વર્ષ સુધી પ્રખ્યાત રહેલી ‘મસ્તાન’ની ગરબી. કરણપરા ચોકથી ખૂબ જ નજીક આવેલા ‘મઢુલી ચોક’માં શ્રી જયઅંબે ગરબી મંડળ સંચાલિત આગરબીમાં આજે પણ અદલ મૂળભૂત રીતે ભક્તિભાવ અને પુરી સંસ્કારીતાથી માં જગદંબાની આરાધના કરી આ પર્વને ઉજવવામાં આવે છે.
આજથી લગભગ 78 વર્ષ પહેલાં માં ભગવતીની અસીમકૃપાથી શ્રીજયઅંબે ગરબી મંડળની સ્થાપના થઇ ત્યારે આવા નેક અને સેવાભાવી એવા સ્વ.શ્રી કાનજીભાઇ ગીગાભાઇ, સ્વ.શ્રીઇચ્છાશંકરભાઇ વ્યાસ, સ્વ.શ્રીઅમૃત લાલ મસ્તાન, હાલમાં હયાત છે તેવા શ્રીદેવીસીંગબાપુ સીસોદીયા તેમજ અનેક નામી અનામી કર્મઠ કાર્યકરો અને દેવી ઉપાસકોએ અથાગ પ્રયત્ન કરી આ મંડળની કેડી કંડારી હતી. તે સમયમાં મસ્તાનની ગરબી તરીકે પ્રખ્યાત થયેલી આ ગરબી દૂર દૂરથી લોકો જોવા આવતા.
હાલમાં દુબઇ સ્થિ કૌશિકભાઇ મહેતા નૈનેશભાઇ મહેતા વગેરેએ ગરબીમંડળનો આર્થિક બોજ આજીવન સ્વીકાર્યો. સ્વ.કિરિટભાઇ કોટક તથા છેલ્લા 29 વર્ષથી ગરબીનું સંચાલન કરતા નવિનભાઇ રાયજાદાએ ગરબીનાં તમામ સંચાલનનો ભાર વહન કરવાનું બીડું જડપ્યું તો ભૂતપૂર્વ કોર્પોરેટર જયેન્દ્રભાઇ મહેતા પ્રમુખ વિનોદભાઇ પારેખ, ઝબક (જલકસિંહ) સિંહ સોલંકી મયંક જોશી, જીતેન્દ્રભાઇ જાદવ, પરેશભાઇ જોશી, દિપકભાઇ મકવાણા, ઉપપ્રમુખ, રાજુભાઇ ચાવડા, શ્રીજીતેન્દ્રભાઇ શેઠ, શ્રી રમેશભાઇ દોશી જેવા અનેક નામી અનામી કાર્યકરો દ્વારા આજે 79માં વર્ષે પણ તન, મન,ધનથી સેવા કરી આ મંડળનું કાર્ય આગળ ધપાવી રહેલ છે.