કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓને રાસ રમતા નિહાળવાની સોનેરી તક

 રાસ નિહાળવા દરરોજ શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે
રાજકોટ તા,12
સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા નાગર બોર્ડિંગમાં ચાલી રહેલા કનૈયાનંદ રાસોત્સવમાં બીજા દિવસે બાળ ખેલૈયાઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. નાના ખેલૈયાને રાસે રમતા જોવાનો પણ એક લ્હાવો છે અને સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ લોકોને આ રાસોત્સવ નિહાળવા આમંત્રણ આપ્યું છે. બીજા નોરતે રાસ નિહાળવા માટે બીનાબેન આચાર્ય (મેયર, રાજકોટ મનપા), કમલેશભાઈ મીરાણી (પ્રમુખ, શહેર ભાજપ), ઉષાબેન પટેલ, ડો.અમીતભાઈ હપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતા બાળ ખેલૈયાઓને ઈનામો અપાયા હતા.
આ રાસોત્સવમાં આજે બી.એન.પાની (કમિશનર, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન), દેવાંગભાઈ માંકડ (રાજકોટ શહેર ભાજપ, મહામંત્રી), નિદિતભાઈ બારોટ (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન), વિજયભાઈ દવાડા (અગ્રણી ઉદ્યોગપતિ), સંજયભાઈ હિરાણી (પ્રમુખ, ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકિયા, ડો.હેમાંગભાઈ વસાવડા, વલ્લભભાઈ ગોંડલિયા, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, અનવરભાઈ ઠેબા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, સુધાબેન દોશી, રૂપલબેન માણેક, રંજનબેન વોરા, તસ્મીનબેન કાદયાણી, ભારતીબેન મકવાણા તથા કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.