કલબ યુવી આયોજીત નવરાત્રી મહોત્સવમાં રંગ જમાવતા ખેલૈયાઓ

 ચિલ્ડ્રન પ્રિન્સ ભાલોડી યશ, પ્રિન્સેસ બની પાડલીયા પ્રાચી
રાજકોટ, તા. 12
રંગીલા રાજકોટ શહેરમાં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. ત્યારે શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા સાંસ્કૃતિક કલબ યુવી દ્વારા સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે. કલબ યુવીમાં બીજા નોરતે ખેલૈયા અને દર્શકોની ભીડ જામી હતી. કલબ યુવી આયોજીત નવરાત્રી મહોત્સવમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવે છે. જેમાં દરરોજ સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય-સામાજીક મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીઓના હસ્તે આરતી-પૂજા-અર્ચના સહીતના ભકિતસભર કાર્યક્રમો યોજાય છે.
રાજકોટના અંબીકા ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે નીતીનભાઈ ભારદ્વાજ પુષ્કરભાઈ પટેલ કલબ યુવીના ટ્રસ્ટી મનુભાઈ ટીલવા આઈકોન ગ્રુપના ભાવેશભાઈ ફળદુ ગૌતમભાઈ ધમસાણીયા સનફોજના નાથાભાઈ કાલરીયા ફાલ્ટન ગ્રુપના જગદીશભાઈ કોટડીયા વિનુભાઈ વેકરીયા હિરેનભાઈ માકડીયા વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે સમથળ મેદાન ખેલૈયાઓ, દર્શકો તથા આમંત્રીત મહેમાનો માટેના અલગ અલગ ગેઈટ દ્વારા પ્રવેશ મળે તે માટેની વ્યવસ્તા કલબ યુવી દ્વારા કરવામાં આવી છે.
કલબ યુવીમાં બીજા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ કાલાવડીયા જીયા સંતોકી સ્નેહા ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે માકડીયા મીત વાછાણી દેવ ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે પાડલીયા પ્રાચી માકડીયા જાન્વી ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે ભાલોડી યંશ પાડલીયા રીશીલ વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે માકડીયા આશ્ના દવે પાયલ ચાપાણી નિરૂપા વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે જાવીયા જીજ્ઞેશ વીરમગામા નર્શીત ભોજાણી પ્રિશાંશુ પ્રિન્સેસ તરીકે વાછાણી ધન્વી કાલાવડીયા રીતુ કણસાગરા હેત્વી પ્રિન્સ તરીકે બુટાણી રવિ કાલાવડીયા યશ વેકરીયા મીત વિજેતા બન્યા હતાં.