બામ્બુ બિટ્સ સુપર હિટ્ટ

નવરાત્રીનો રંગ જામી રહ્યો છે ત્યારે ‘ગુજરાત મિરર’ અને પાર્થરાજ કલબ આયોજીત બામ્બુ બિટ્સ દાંડિયા મહોત્સવમાં હૈયે હૈયું દળાઈ રહ્યું છે. ગ્રાઉન્ડ ખેલૈયાઓથી હાઉસફૂલ થઈ જતાં પ્રથમ વર્ષે જ રાજકોટનું નંબર - વન આયોજન થઈ ગયું છે. ખેલૈયાઓ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબે રમી રહ્યા છે. રોજ રાતે બામ્બુ બિટ્સમાં સૂરજ ઉગી રહ્યો છે. મન મુકી ગ્રુપમાં તાલીરાસ, ચોકડી, સીકસ સ્ટેપ્સ રીવર્સમાં ધમાલ મચાવી રહ્યા છે. મન મોર બની થનગાટ કરે, પેથલ પુરમાં પાવો વાગ્યો ઉપરાંત ફિલ્મી ગીતો ઉપર કિર્તી - ગીરીશ જમાવટ કરી ખેલૈયાઓને રીતસર પરસેવો પડાવી રહ્યા છે. (તસવીરો: રવિ ગોંડલિયા, દિવ્યરાજસિંહ સરવૈયા)

Releted News