કેરોસીન સ્મગલિંગ: પકડાયા 139 ક્ધટેનર, ઠલવાઈ ગયા 439 !October 12, 2018

ગાંધીધામ તા.12
તાજેતરમાં જ ગાંધીધામ ડીઆરઆઇ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના વ્હાઇટ કેરોસીન કૌભાંડમાં ત્રણ શખ્સોને ઝડપી પાડીને જેલ હવાલો કરીને મસમોટા રેકેટનો ભાડાફોળ કર્યો હતો. ડાયરેકટર ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સ દ્વારા તે વખતે જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર 11.48 કરોડના દાણચોરી યુકત જથ્થા સાથે 139 ક્ધટેઇનરો સીઝ કરી દેવામાં આવ્યા હતાં. તેની સાથે જ આરોપીઓ દ્વારા હવે કબુલત કર્યા અનુસાર કે તેઓએ આ કારસ્તાન પાછલા કેટલાક સમયથી આદરી રહ્યા છે. અને આ રીતે દાણચોરી પણ પ્રથમ વખત થવા પામી નથી. દરમ્યાન જ તાજેતરમાં જ મળતા વધુ ગંભીર અહેવાલો અનુસાર આ કાંડમાં 139 નહીં પરંતુ 439 ક્ધટેઇનરો ઠલવાઇ ગયા હોવાનો ગંભીર ખુલાસો થવા પામી રહ્યો છે. તેમાં 10-ઓગષ્ટમાં 139 ક્ધટેઇનરોના દર્શાવાતા આંકડા સામે નવો ખુલાસો હાલના તબક્કા થવા પામી રહ્યો છે. કેરોસીન સ્મગલીંગ કરનારી કાર્ટલ (ટોળકી) એ ટુંકા સમયમાં 36.25 કરોડની કિંમતના 7715.25 મેટ્રીક ટન જથ્થો વ્હાઇટ કેરોસીનનો 439 ક્ધટેઇનરો મારફતે જુદી જુદી જગ્યાઓએ ઠાલવી દીધો હોવાનો ચોંકાવનારો સંકેત મળવા પામી રહ્યો છે. કચ્છ-ગાંધીધામ ઉપરાંત દિલ્હી, પંજાબ અને હરીયાણાની આખેઆખી ગેંગ મળીને આ કારસ્તાન પાછલા કેટલાક સમયથી અંજામ આપી દેવાયું છે. કહેવાય છે કે, હાલમાં ગાંધીધામના ત્રણ જેટલા શખ્સોને જેલ હવાલે કરી રીમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે. તેમાં કયાંકને કયાંક આ ટોળકીએ એવી પણ કેફિયત આપી છે કે, દેશભરમાં 24.77 કરોડની કિંમતનો 5272.40 મેટ્રીક ટન વ્હાઇટ કેરોસીનનો જથ્થો 300 થી વધુ ક્ધટેઇનર મારફતે મિસડીકલેરેશન કરીને ઘુસાડી દેવાયા છે. મે માસમાં 10 ક્ધટેઇનરોના સેમ્પલ લેવાયા જેમાં બે ઓઇલ 50 ડીકલેર કરીને પ્રતિબંધી ઓઇલ ઘુસાડાયુ, તે પછીની તપાસ બાદ 139 જેટલા ક્ધટેઇનરો સીઝ કરી દેવાયા, પરંતુ હકીકતમાં વ્હાઇટ કેરોસીનની દાણચોરી કરનારી સ્મગલર્સ ટોળકી દ્વારા આથી અનેક ગણો વિશેષ જથ્થો મિસડીકલેરેશન કરીને કંડલા સહિત દેશભરના અલગ અલગ બંદરો પર ઠાલવી દીધો હોવાની ગંધ સામે આવવા પામી રહી છે.
ડીઆરઆઇ દ્વારા હાલમાં જે રીતે તપાસ આગળ ધપાવાઇ રહી છે તે જોતા આ બાબતે ટુંકમાં જ વધુ નવા ખુલાસાઓ થવા પામી જાય તો નવી નવાઇ નહી કહેવાય, જો કે, એથી વિશેષ અહી ચિંતાજનક વાત એ છે કે, સરકારી એજન્સીઓ માત્ર જ જે વ્હાઇટ કેરોસીન મંગાવી શકે છે તેના આટઆટલા થોકબંધ ક્ધટેઇનરો આ ટોળકી સફળતા પુર્વક ઠાલવી ગઇ કેવી રીતે ? ગાંધીધામ ડીઆરઆઇ દ્વારા ત્રણ જે આરોપઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેવા મૃત્યુંજય દાસ, ભદ્રા અને ઇકબાલ દ્વારા તપાસ દરમ્યાન કેટલાક ગંભીર ઘટસ્ફોટ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ત્રણેય શખ્સો પાછલા કેટલાક સમયથી ગાંધીધામમાં આડ્ડો-બેજ બનાવીને બેઠા હતા અને અહી પાછલા અમુક સમયથી આયોજન બદ્ધ રીતે વ્હાઇટ કેરોસીનના કૌભાંડને અંજામ આપી રહ્યાં છે. કચ્છ, ગાંધીધામ, ગુજરાતના તો ત્રણ દાણચોર તત્વો ઝડપાયા પરંતુ દિલ્હી,પંજાબ,હરીયાણાના સ્મગલર્સ ઝડપાયેથી સમગ્ર કેરોસીનકાંડમાં થશે વધુ નવા કડકા-ભડાકા તેવું પણ જાણકારો દ્વારા મનાઇ રહ્યું છે. ડીઆરઆઇ સહિતની એજન્સીઓ આ તરફ તપાસ કરાવડાવે તો મળશે વધુ સફળતા મળે અને વધુ મોટા માથાઓના પગ તળે તપાસનો રેલો લંબાવવા પામી શકે છે.