10 દિવસનું નવરાત્રિ પર્વ, 50 કરોડનો કારોબારOctober 12, 2018

રાજકોટ તા,12
નવરાત્રિમાં ખેલૈયાઓ મન મુકી રમી રહયા છે. આમ તો નવરાત્રિ એ આપણું પરંપરાગત પર્વ છે. પરંતુ હવે તે એક ઈન્ડસ્ટ્રી છે અને તેમાં વિવિધ સ્તરે કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે. 10 દિવસ ચાલનાર નવરાત્રિ પર્વમાં બજારમાં કુલ 50 કરોડથી રૂપિયાનો વ્યવહાર થાય છે. હાલ તો નવરાત્રિની બજારમાં હજુ જોરશોરથી ખરીદીનો માહોલ ચાલી રહ્યો છે. આરતી, દાંડીયા, ગરબા, ટ્રેડીશનલ ડ્રેસીસ સહિતની ખરીદી ધૂમ થઇ રહી છે. તે ઉપરાંત ડેઈલી પાસનું પણ વેચાણ પુરબહારમાં ચાલી રહ્યું છે. જેમાં એક આયોજકો મંડપ, સાઉન્ડ, ઓર્કેસ્ટ્રા ગાયક કલાકારો પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. તે ઉપરાંત ગ્રાઉન્ડ, ઈનામો પાછળ પણ લાખો રૂપિયાનો કારોબાર કરે છે. આ વખતે સ્પોન્સરશિપમાં મંદી આયોજકોને નડી છે. છતાં પણ છેલ્લી ઘડીએ બધું ભેગું કરી લઇ આયોજન તો કર્યુ જ છે. હાલ તો ત્રીજા નોરતે જ શહેરમાં નવરાત્રિએ જમાવટ પકડી લીધી છે. રાજકોટ શહેરમાં રાતે સુરજ ઉગી રહ્યો છે. નવરાત્રિના દિવસોમાં આખું રાજકોટ અનેરા રંગમાં પોરવાઈ ગયું છે. વસ્ત્રો ઉપરાંત છત્રી, પાઘડી, ચશ્માની બોલબાલા
નવરાત્રિમાં ખેલૈયાઓ ડ્રેસ સાથે એસેસરીઝમાં છત્રીનો ઉપયોગ કરે છે. માર્કેટમાં તૈયાર છત્રી મળે છે છત્રી ઉપર કચ્છી વર્ક સહિત સતારા અને સોની વર્ક કરવામાં આવે છે તેઓને વેલડ્રેસનું ઈનામ મળે છે, પાઘડી અને ગરબામાં ચશ્મા પહેરી રજવાડી ફેશન જોવા મળે છે. ખેલૈયાઓ લૂકને ઈમ્પ્રેસિવ બનાવવા ધ્યાન આપે છે
નવરાત્રિમાં સારુ રમતા આવડવું જરૂરી છે. તેની સાથે લુક સારો હોવો પણ જરૂરી છે. એટલે યુવક-યુવતીઓ નવરાત્રિમાં સુંદર દેખાવા પાછળ અવનવા પ્રયોગ કરી રહ્યા છે. મેકઅપ વિશે જાણીતા બ્યુટિશીયન વંદનાબેને જણાવ્યું હતું કે ગરબા રમતી વખતે પરસેવો ખુબ જ થાય છે તેથી વોટરપ્રુફ મેકઅપ જ કરવો જોઇએ. પેંકેક લગાવવાથી પરસેવો નહીં થાય તે ઉપરાંત કોસ્ચ્યુમ પ્રમાણે આઈશેડો કરવો જોઇએ.

 
 
 

Related News