રાજકોટ-સાંત્રાગાચી વચ્ચે તા.15થી એસી સ્પેશિયલ સુપર ફાસ્ટ ટ્રેન શરૂOctober 12, 2018

 વીકલી ટ્રેન માટે બુકીંગ તા.13થી શરૂ
રાજકોટ તા.12
દુર્ગા પુજા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આવતીકાલ તા.12થી સુપર ફાસ્ટ એસી સ્પેશિયલ ટ્રેન હાપા - સાંત્રાગાચી - હાપા સ્પેશિયલ ચાર્જ (કુલ 6 ટ્રીપ)થી દોડાવવામાં આવશે.
સાંત્રાગાચી - હાપા સ્પેશિયલ ટ્રેન નં.02833 વીકલી સ્પેશિયલ ટ્રેન દર સોમવારે હાપાથી સવારે 10-40 વાગ્યે ઉપડશે. જે બપોરે 12:30 વાગ્યે રાજકોટ આવશે અને સાંત્રાગાચી બુધવારે સવારે 5:45 વાગ્યે પહોંચશે.
સાંત્રાગાચી - હાપા વીકલી સ્પેશિયલ ટ્રેન નં.02834 સાંત્રાગાચીથી દર શુક્રવારે રાત્રે 21-05 વાગ્યે ઉપડશે જે રાજકોટ રવિવારે બપોરે
14.40 વાગ્યે આવશે અને સાંજે 16.35 વાગ્યે હાપા પહોંચશે.
આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, અકોલા, રૂરકેલા, તાતાનગર વગેરે સ્ટેશને હોલ્ટ કરશે. ટિકિટનું બુકીંગ ટ્રેન નં.02836 હાપા - સાત્રાગાચીનું તા.13 ઓકટોબરથી શરૂ થશે. વધુ વિગત માટે રેલવેના ફોન નં.0281-2477006 ખાતે સંપર્ક કરવો.