વિશ્ર્વમાં 48 કલાક ઇન્ટરનેટ થશે ઠપOctober 12, 2018

ન્યૂયોર્ક તા.12
ઇન્ટરનેટ યુઝર્સને આવતા 48 કલાક માટે ઇન્ટરનેટ વાપરવા ના મળે તો પરેશાની થઇ શકે છે. દુનિયાભરમાં આવતા 48 કલાક દરમ્યાન ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થવાના સમાચાર છે. મુખ્ય ડોમેન સર્વર્સ આવતા થોડાંક કલાકો સુધી રૂટીન મેન્ટેનન્સ પર રહેશે.
રશિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે થોડાંક કલાકો સુધી ઇન્ટરનેટ યુઝર્સને નેટવર્ક ફેલિયર થવાની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે મુખ્ય ડોમેન સર્વર્સ અને તેની સાથે જોડાયેલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રકચર થોડાંક સમય માટે ડાઉન રહેશે. ઇન્ટરનેટ બંધ થતાં યુઝર્સના નેટવર્ક અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પર પણ કેટલીક હદ સુધી નિર્ભર કરશે. ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ આ દરમ્યાન ક્રિપ્ટોગ્રાફિકને બદલી આ દરમ્યાન મેન્ટેનન્સનું કામ કરશે. આથી ઇન્ટરનેટનું એડ્રસ બુક કે ડોમેન નેમ સિસ્ટમ (ઉગજ)ને પ્રોજેક્ટ કરવામાં મદદ મળશે. ઈંઈઅગગએ કહ્યું કે સાઇબર ક્રાઇમ એટેકની વધતી ઘટનાઓથી બચવા માટે મેન્ટેનન્સનું આ કામ
જરૂરી થઇ ગયું છે. એક નિવેદનમાં કોમ્યુનિકેશન્સ રેગ્યુલેટરી ઓથોરિટી (ઈછઅ)એ કહ્યું કે ગ્લોલબલ ઇન્ટરનેટ શટડાઉન, સુરક્ષા, સ્થિર અને લચીલા ડીએનએસ માટે ખૂબ જરૂરી છે. ઑથોરિટીએ આગળ કહ્યું કે સ્પષ્ટ કરી દઇએ કે, જો યુઝર્સના નેટવર્ક ઓપરેટરર્સ કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ઈંજઙત) આ ફેરફાર માટે તૈયાર નથી તો કેટલાંક ઇન્ટરનેટ યુઝર્સને તેનાથી પરેશાની થઇ શકે છે. જો કે યોગ્ય સિસ્ટમ સિક્યોરિટી એક્સટેંશન્સને ઇનેબલ કરી તેના પ્રભાવકને નજરઅંદાજ કરી શકાય છે.
ઇન્ટરનેટ યુઝર્સને આવતા 48 કલાક દરમ્યાન વેજ પેજ એક્સેસ કરવામાં કે કોઇ ટ્રાન્ઝેકશન કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેની સાથે જ જો યુઝર્સ આઉટડેટેડ ઈંજઙનો ઉપયોગ કરો છો તો ગ્લોબલ નેટવર્કને એક્સેસ કરવામાં અસુવિધા થઇ શકે છે.