કૂદરતી હોનારતોમાં ભારતે 59 ખર્વ રૂપિયા ગુમાવ્યાOctober 12, 2018

 ભૂકંપ, તોફાન, પુર અને ભૂકંપ સહિતની કુદરતી હોનારતો જળવાયુ પરિવર્તનના પરિણામે હાલના વર્ષોમાં વધી છે
નવી દિલ્હી, તા. 12
જળવાયુ પરિવર્તનના પરિણામ સ્વરુપે છેલ્લા 20 વર્ષના ગાળામાં આવેલી કુદરતી હોનારતોથી ભારતને આશરે 59 ખર્વ રૂપિયાનું નુકસાન થયું છે. સંયુકત રાષ્ટ્રે પોતાના અહેવાલમાં આ મુજબનો ધડાકો કર્યો છે. આર્થિક નુકસાન, ગરીબી અને હોનારત 1998-2017 ટાઇટલ સાથે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જળવાયુ પરિવર્તનથી થનાર મહત્વપૂર્ણ ફેરફારની નોંધ લેવામાં આવી છે. હવામાન સાથે સંબંધિત ઘટનાઓની નોંધ લેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 1998થી 2017 વચ્ચેના
ગાળામાં જળવાયુ પરિવર્તનના પરિણામ સ્વરુપે આવનાર કુદરતી હોનારતોથી સીધીરીતે થયેલા નુકસાનમાં 151 ટકાનો વધારો થઇ ચુકયો છે. આગાળા દરમિયાન વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાને 2908 અબજ ડોલર અથવા તો બે લાખ 15 હજાર 933 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા બે દશકમાં નુકસાનનો આંકડો બે ગણો થયો છે.
બુધવારના દિવસે જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તનને લઇને ખતરો સતત વધી રહૃાો છે. કુલ આર્થિક નુકસાનમાં હવામાનની ભૂમિકા મોટી દેખાઈ રહી છે. આમા અમેરિકાને 944.8 અબજ ડોલરનું નુકસાન થઇ ચુકયું છે. જુદા જુદા દેશોને ભારે નુકસાન કુદરતી હોનારતોના કારણે થયું છે. પુર, તોફાન અને ભૂકંપથી થનાર આર્થિક નુકસાનમાં યુરોપના ત્રણ દેશો ટોપ ઉપર રહૃાા છે. ફ્રાંસને 48.3 અબજ ડોલર અથવા તો 3581 અબજ રૂપિયા, જર્મની 57.9 અબજ ડોલર અથવા તો 4291 અબજ રૂપિયા અને ઇટાલીને 56.6 અબજ ડોલર અથવા તો 4195 અબજ રૂપિયાનું નુકસાન થઇ ચુકયું છે. અમેરિકાને 944.4 અબજ ડોલર અથવા તો 70042 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. ચીન અને જાપાનના આંકડા પણ ઓછા રહૃાા નથી. જુદા જુદા દેશોને કુદરતી હોનારતોના પરિણામ સ્વરુપે ભારે નુકસાન થઇ ચુકયું છે. જળવાયુ પરિવર્તનને રોકવા માટે વિશ્ર્વના વૈજ્ઞાનિકો મથામણ કરી રહૃાા છે. ભારત સહિતના દેશો પણ આ દિશામાં સક્રિય થયેલા છે. આવી સ્થિતિમાં ભારતે છેલ્લા 20 વર્ષના ગાળામાં કુદરતી હોનારતોમાં 59 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થયું છે. કુદરતી હોનારતમાં હજુ પણ
વધારો થઇ રહૃાો છે. ભારતમાં
પણ કુદરતી હોનારતો વારંવાર જોવા મળી રહી છે.