#ME TOO: સંબંધોમાં લક્ષ્મણ રેખાના ઉલ્લંઘનથી સર્જાય છે સમસ્યાઓ

  • #ME TOO: સંબંધોમાં લક્ષ્મણ રેખાના ઉલ્લંઘનથી સર્જાય છે સમસ્યાઓ
  • #ME TOO: સંબંધોમાં લક્ષ્મણ રેખાના ઉલ્લંઘનથી સર્જાય છે સમસ્યાઓ
  • #ME TOO: સંબંધોમાં લક્ષ્મણ રેખાના ઉલ્લંઘનથી સર્જાય છે સમસ્યાઓ
  • #ME TOO: સંબંધોમાં લક્ષ્મણ રેખાના ઉલ્લંઘનથી સર્જાય છે સમસ્યાઓ
  • #ME TOO: સંબંધોમાં લક્ષ્મણ રેખાના ઉલ્લંઘનથી સર્જાય છે સમસ્યાઓ

છેલ્લા કેટલાક દિવસોથી ખઊ ઝઘઘ અંતર્ગત બોલીવુડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓના છીનાળાઓ બહાર આવી રહ્યા છે. વર્ષો પહેલા પોતાની સાથે થયેલા જાતીય દુર્વ્યવહારને જાહેર કરીને હીરોઈનો જાહેરમાં આ હસ્તીઓનું વસ્ત્રાહરણ કરી રહી છે! આટલા વર્ષો ચૂપ રહ્યા પછી એકાએક આ હિરોઈનોને લાગે છે કે તેમનું શોષણ થયું છે. આ બનાવો સામે કેટલાક લોકો એવા પણ સવાલો ઉઠાવે છે કે અત્યાર સુધી આ હીરોઈનો કેમ શાંત હતી? જયારે બનાવ બન્યો ત્યારે કેમ ફરિયાદ ન નોંધાવી તો કેટલાક એમ કહીને પણ હીરોઈનોનો બચાવ કરે છે કે આવી ફરિયાદ કરવા માટે હિંમત અને સાહસ જોઇએ જે મોડે મોડે પણ હીરોઈનોએ બતાવી છે. તે બિરદાવવા લાયક છે વાત આટલેથી પૂરી નથી થતી અપવાદ રૂપ પુરૂષના કિસ્સામાં પણ આવી ફરિયાદો થઇ હતી. ખઊ ઝઘઘમાં કેટલાક વળી પુરૂષોની પણ કોઇ મહિલા દ્વારા જાતીય શોષણની ફરીયાદો વાંચવામાં આવી હતી. કેટલાક દિવસ પહેલા એક ગેંગરેપના કિસ્સામાં સ્ત્રી પર બે પુરૂષની સાથે એક યુવતીએ પણ સ્ત્રી પર રેપ કર્યો હોવાના આશ્ર્ચર્યજનક સમાચારો તાજેતરમાં વાંચવામાં આવ્યા હતા.
ખઊ ઝઘઘ જેવી ઘટનાઓ બનવી આજકાલની નથી પણ વર્ષોથી ચાલી આવતી ઘટના છે. આજે મીડિયાનો વિકાસ થવાથી તે બહાર આવી છે.
કોઇપણ બાળક કે બાળકી તેના બાળપણ કે તરુણ અવસ્થામાં તેના જ નજીક સગાઓ કે અજાણ્યા દ્વારા જાતીય ઉત્પીડનનો ભોગ બનેલા હોય છે. આબરૂ જવાના બીકે આવી ઘટનાઓ ઢંકાઈ જતી હોય છે.
ખઊ ઝઘઘ જેનો આપણે એવો અર્થ સમજીએ છીએ કે મારી સાથે દુર્વ્યવહાર થયેલો. આવી પરંપરા હોલીવુડની હીરોઈનો દ્વારા શરૂ થયેલી જેમાંથી પ્રેરણા લઇને બોલીવુડની હીરોઈનોએ પોતાની સાથે સંઘર્ષ કાળમાં થયેલા દુર્વ્યવહારને છતાં કરવા માંડેલા. તાજેતરમાં બોલીવુડની હીરોઈન તનુશ્રી દત્તાએ બોલીવુડના સમર્થ અભિનેતા નાના પાટેકરે 10 વર્ષ પહેલા ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના ગીતના શુટીંગ દરમિયાન નાનાએ તેને ખોટી રીતે સ્પર્શ કરી છેડછાડ કરી હોવાનો આરોપ મૂકતા બોલીવુડમાં હલચલ મચી ગઇ છે.
તનુશ્રીના પગલે જાણે આ વાયરો બોલીવુડમાં જ નહી અન્ય વિવિધ ક્ષેત્રોમાં પણ વાયો અને બોલીવુડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓના કપડા આજકાલ ઉતરી રહ્યા છે.
આ ઘટનાથી એ ચિત્ર પણ ઉપસી રહ્યું છે કે સમાજ માટે રોલ મોડેલ જેવી કહેવાતી હસ્તીઓ તેના અંગત જીવનમાં કેટલી ખરડાયેલી હોય છે.
તો સામે પક્ષે કેમેરા સામે કપડાં ઉતારી નાખનાર કે અંગે પ્રદર્શન કરનાર હીરોઈનોના ઈરાદા સામે પણ કેટલાક લોકો શંકા કરી રહ્યા છે. ફિલ્મમાં રોલ મેળવવા માટે કે કોઇ ક્ષેત્રમાં આગળ વધવા માટે ‘સર્વસ્વ’ અર્પણ કરી દેનારી યુવતી જયારે સેટીંગ તુટી જાય છે ત્યારે ધજાગરો કરતી હોય છે તેવા બનાવો બોલીવુડમાં સામાન્ય છે. કેટલાક સમય પહેલા સાઉથની એક અભિનેત્રી શ્રી રેડ્ડીએ નિર્માતા કે તેના પુત્રને ‘સર્વસ્વ’ અર્પણ કરી દીધા પછી રોલ ન મળતા તેણે જાહેરમાં નગ્ન થઇને આ બાબતનો ‘ આગવો’ વિરોધ કરેલો! આ હીરોઈન આપતિજનક તસવીરો પણ વાયરલ કરેલી.
બોલીવુડ આમ તો કાદવથી ખરડાયેલી ભૂમિ છે. આ ભૂમિમાં પણ કેટલાક કમળ ખીલેલાં છે. જયારે તમારે કાદવમાં કમળ તરીકે ખીલવું હોય તો તેમારા તરફથી એટલી સજજતાનો હોવી જ જોઇએ કે કોઇ તમારો ‘ઉપયોગ’ ન કરી જાય.
વર્ષો પહેલા મેં વીતેલા જમાનાના પીઢ અભિનેતા બલરાજ સાહનીની આત્મકથા વાંચી હતી. જેમાં બલરાજ સાહનીએ બોલીવુડની આ બદીનો ઉલ્લેખ કર્યો હતો. બલરાજ સાહનીએ લખ્યૂં હતું કે અહીં હોરીઈન બનવા માગતી યુવતીએ નિર્માતાની ટાંગ નીચેથી પસાર થવું પડે છે. ત્યારે પણ આ હકીકત હતી. પણ આ બદી સામે મક્કમ મનોબળ જ બચાવી શકે છે. આ બાબતે સમર્થ હિરોઈન વહીદા રહેમાનનો દાખલો સૌ કોઇ અભિનેત્રી બનવા માગતી યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. જયારે વહીદા રહેમાને પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ ‘સીઆઈડી’ સાઈન કરી ત્યારે તેમણે ગુરુદત્તને કહેલું. કપડાં હું મારી પસંદગીના પહેરીશ. ત્યારે ગુરુદત્તે હા પાડેલી પણ વહીદા ત્યાંથી નહોતી અટકી,
તેમણે કહેલું કે કોન્ટ્રાકટમાં પણ આ મુદ્દો સમાવવામાં આવે.
શું અપવાદને બાદ કરતા આવી મક્કમતા અને ચારિત્ર્ય શુદ્ધતા આજની હીરોઈનોમાં જોવા મળશે? અહીં હિરોઈન બનવા પરદા પર ઉત્તેજક વસ્ત્રો હીરોઈન પહેરતી હોય તે પરદા પાછળ શું નહીં કરતી હોય? અલબત્ત, બધી હીરોઈનો સસ્તી નથી હોતી એ પણ હકીકત છે.
ટુંકમાં મર્યાદા કે લક્ષ્મણ રેખા મહત્વની બાબતો છે. પ્રકૃતિનો નિયમ છે કે ઘી અને અગ્નિ ભેગા થાય તો અગ્નિ પ્રજજવલિત થાય. શા માટે એવી પરિસ્થિતિ જ નિર્માણ ન થાય જયાં ઘી-અગ્નિ ભળીને પ્રજજવલિત થાય.
સ્ત્રી-પુરૂષ બન્ને એક બીજાના પૂરક છે. મર્યાદા-લક્ષ્મણ રેખા આ બન્ને પાત્રોને સળગતા બચાવે છે. લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન સતી સીતાને પણ નહોતું બચાવી શક્યું. કયાંક સ્ત્રી-પુરૂષોના સંબંધોમાં સલામત અંતર હોવું ઘટે.
સ્ત્રીનો અતિ ભરોસો પુરૂષોને પણ મુશ્કેલીમાં મૂકી શકે અને પુરૂષનો અતિ ભરોસો સ્ત્રીને પણ મુશ્કેલીમાં મૂકી શકે. સ્વતંત્રતા અને અંકુશ એકબીજાના વિરોધી નથી.
અંકુશ એ વાહનની બ્રેક છે. બ્રેક વગરનું વાહન અકસ્માત સર્જે છે. આ સત્ય
સ્વીકારવાથી જાતીય ઉત્પીડનના ગુના મટી જવાની ગેરંટી નથી પણ તેમાં ઘટાડો થવાની સંભાવના છે.
ાશવિંફમશફષફુફક્ષિંલળફશહ.ભજ્ઞળ