અમેરિકાની ધમકીની ઐસી કી તૈસી: ભારત - રૂસ વધુ શસ્ત્ર કરાર કરશે!October 12, 2018

 નાના યુધ્ધજહાજ અને રાઈફલના સોદા વિશે વાતચીત થઈ!
નવી દિલ્હી તા.12
ભારતમાં રશિયા રાજદૂત નિકોલઈ કૂદાશેવેએ ગુરૂવારે કહ્યું કે, ભારત-રશિયા રક્ષા સોદોમાં અમેરિકન પ્રતિબંધ બાધ્ય થશે નહી. તેમણે કહ્યું કે, ભારત અને રશિયા નાની વોરશિપ અને નાની કલાશ્વિકોવ રાઈફલ પર ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર કરી શકે છે.
હાલમાં જ એસ-400 મિસાઈલ સંરક્ષણ પ્રણાલી કરારને ભારત-રશિયા કરારને ઈતિહાસમાં સૌથી મોટો કરાર ગણાવવામાં આવે છે. તેમને કહ્યું કે, આ બંને દેશો વચ્ચે થયેલ અત્યાર સુધીના સૌથી ફાસ્ટ કરારમાંથી એક છે અને ત્યાં કોઈ લાંબી વાતચીત થઈ નથી. તેમને કહ્યું કે, ચારથી પાંચ ઓક્ટોબર સુધી થયેલ રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિનની યાત્રા દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામા આવ્યા અને આ કરારનું અમલીકરણ 2020થી શરૂ થશે. રશિયન રાજદૂતે દિલ્હીમાં પત્રકારોને કહ્યું કે, આવનારા મહિનાઓમાં તમે વધારે કરારની આશા રાખી શકો છો. વાતચીત ચાલી છે, આ એક સામાન્ય પ્રક્રિયા છે. અમને આશા છે કે, બે-ત્રણ મહિનાની અંદર અમે ફાસ્ટ ગતિવાળા નાના યુદ્ધજહાજો પર કરાર કરી શકીએ છીએ અને અમે ઝડપી કલાશ્નિકોવ રાઈફલ પર પણ કરાર કરી શકીએ છીએ.