ટેસ્ટ ક્રિકેટ બચાવવા T-20 પર લગામ ખેંચાશેOctober 12, 2018

 20મીએ સિંગાપુરમાં  ICCની યોજાનારી બેઠકમાં થશે નિર્ણય
મુંબઇ: વર્ષ 2008માં બીસીસીઆઇ દ્વારા શરુ કરાયેલી ઇન્ડિયન પ્રીમયર લીગ (આઇપીએલ)ની સફળતા બાદ આઇસીસીના ઘણા સભ્ય દેશોએ પોતાની ટી-20 લીગ શરુ કરી છે જેને પાંચ દિવસીય ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. આઇસીસી હવે આ મુદ્ે ચિંતિત છે અને તેઓ તેના પર લગામ લગાવવાની યોજના બનાવી રહી છે. આઇસીસી વિવિધ ટી-20 અને ટી-10 લીગ પર લગામ લગાવવા અંતર્ગત આગામી અઠવાડિયે યોજાનાર બેઠકમાં તેના ભવિષ્યના નિયમ અને સ્વીકૃતિ અંગે ચર્ચા કરશે. તાજેતરમાં આઇસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ટી-10 લીગ છે. જ્યોફ એર્લાડિસે કહ્યું કે, આ મુદ્ે 20 ઓક્ટોબરે સિંગાપુરમાં યોજાનાર બોર્ડની બેઠકમાં ચર્ચા કરાશે. તેઓએ વધુમાં કહ્યું કે, લીગ માટે ખેલાડીઓને રિલીઝ કરવા અંગે પણ ચર્ચા થશે.