બજાણા હત્યાકાંડના ચાર આરોપીઓ ઝડપાયા October 12, 2018

 પિતાની હત્યાનો બદલો લેવા હત્યા કરી વિડિયો ઉતાર્યો, હથિયાર સહિતનો મુદ્ામાલ જપ્ત
સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર બજાણા પાસે પિતાના ખૂનનો ખાર રાખી ચાર શખ્શોએ મોટર સાયકલ ઉપર જઇ રહેલ પતિ-પત્નિને આંતરીને હથિયારો વડે હુમલો કરી પત્નીની નજર સામે પતિને રહેંસી નાખતા ખળભળાટ મચી ગયો છે બનાવના પગલે હરકતમાં આવેલ પોલીસે ગણતરીની કલાકોમાં ખૂનના આરોપી 4 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
બનાવની વિતગ મુજબ થોડા સમય પહેલા રહેમતખાના નામના વૃધ્ધની હત્યા થઇ હતી આ હત્યામાં સંડોવાયેલ હબીબખાન નામના શખ્સની હત્યા કરવાના આશયથી રહેમતખાનના પુત્ર સહિતના શખ્સો મોકો શોધતા હતા તે દરમિયાન હબીબખાન બજાણા રોડ ઉપરથી પસાર થવાનો છે તેવી બાતમી મળતા આરોપીઓ વોંચ ગોઠવીને બેઠા હતાં.
આરોપીઓ બજાણા ગામથી માલવણ જતા રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન હબીબખાન અને તેમની પત્ની ત્યાંથી પસાર થતા આરોપીઓ હથિયાર વડે તૂટી પડ્યા હતા અને હબીબખાનની હત્યા નિપજાવી ખૂન કા બદલા ખૂન એમ કહી વિડિયો ઉતારી વાયરલ કરતા ખળભળાટ મચી ગયો હતો બનાવની જાણ પોલિસને થતા સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હત્યાના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની સૂચનાથી બજાણા પોલીસે સઘન શોધખોળ હાથધરી હત્યામાં સંડોવાયેલ ઇકબાલ ખાન રહેમતખાન (ઉ.વ.37), મહેબુબખાન માલાજી (ઉ.વ.45), અકબરખાન રહેમતખાન મલેક (ઉ.વ.30)ને ભાંભર રોડ ઉપર સુઇ ગામના રસ્તેથી ઝડપી પાડ્યા હતા જ્યારે ચોથો આરોપી મોઇનખાન અમીરખાન મલેક (ઉ.વ.19)ને પીપળી ગામના પાટીયા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે વિડિયો ક્લીપ કબ્જે કરી હત્યામાં વપરાયેલ હથિયારો સહિતનો મુદ્ામાલ કબ્જે કરવા તપાસ હાથ
ધરી છે.