ઓશિયાળા ખેડૂતોનો દાંડ PGVCLમાં મોરચો: તંત્રને ઢંઢોળવા હલ્લાબોલOctober 12, 2018

ખાંભાના 4 ગામના
250 ખેડૂતોએ અનિયમિત વીજળી મળવા સામે રોષ ઠાલવ્યો
ખાંભા તા.12
ખાંભા પીજીવીસીએલ કચેરી ખાતે આજે આદસંગ ખેતીવાડી ફીડર નીચે આવતા ચાર ગામના 250 જેટલા વિજકાનેક્શન ધરાવતા ખેડૂતો રજુઆત કરવા પોહચિયા હતા ખેડૂતો ને પાછલા 21 નહીં દિવસ કે નહીં રાત્રી ના જ વીજપુરવઠો અનિયમિત મળી રહ્યો છે જ્યારે તેના કારણે ખેડૂતો ખેતી કે અન્ય કામગીરી કે પરિવાર ના સહકાર આપી નથી શકતા ત્યારે જાણીજોઈ પીજીવીસીએલ ના પેધી ગયેલા કર્મચારીઓ દ્વારા ખેડૂતો ને હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અન્ય ખેતીવાડી ફીડર માં દિવસ રાત્રી એમ દસ દસ દિવસ ના સેડ્યુલ છે તો આદસંગ ફીડર માં કેમ નહીં જ્યારે બીજી તરફ હાલ માં સરકાર શ્રી દ્વારા ખેડૂતો ને 10 કલાક વીજપુરવઠો આપવાની જાહેરાત કરી છે ત્યારે ચાર ગામ ખેડૂતો 10 કલાક નહીં માત્ર 8 કલાક જ વીજપુરવઠો આપો પણ અનિયમિત નહીં રેગ્યુલર આપો જ્યારે બીજી તરફ આ ફીડર ના હેલપર દ્વારા ખેડૂતો ના ફોન રિસીવ કરવા માં આવતા નથી અને તેના કારણે ખેડૂતો ને ના છૂટકે વીજપુરવઠો ના રાહ માં કલાકો સુધી બેસી રહે છે અને બીજું કામકાજ પણ નથી થતું તે અંગે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી હતી અને વહેલી તકે આ યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી દિવસો માં ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ કરવાની ચીમકી ઉચારી હતી..